________________
૧૪ મું].
ધર્મસંપ્રદાયે
૨િ૮૫.
આ લેખને આરંભ બલિની લક્ષ્મીને હરનાર વિષ્ણુ( વામનરાવતાર)ની સ્તુતિથી થાય છે. ચક્રપાલિતને “ગોવિન્દપાદાર્પિતજીવિત કહે છે. આ ઉપર્યુક્ત મંદિર બંધાવ્યું તે સમયે કંદગુપ્તના સૌરાષ્ટ્રના સૂબા પર્ણદતે પોતાના પુત્ર ચક્રપાલિતને ગિરિનગરના રક્ષક તરીકે નીમ્યો હતો. આ “ચક્રપાલિત (ચક અર્થાત્ સુદર્શન ચક્ર વડે રક્ષિત) નામ પણ વિશિષ્ટ વૈષ્ણવ અસર દર્શાવે છે. એ જ રીતે ઠેઠ મૌર્યકાલથી તે ગુપ્તકાલ સુધી ગુજરાતના તત્કાલીન પાટનગર ગિરિનગર સાથે સતત જોડાયેલા ‘સુદર્શન' સરોવરના નામને પણ કદાચ વૈષ્ણવ અસર ગણી શકાય.
વિષ્ણુની પૂજા, ઉપાસના તેમજ ભાતનો પ્રચાર ઉત્તરોત્તર વધતો જ હતો અને વિષ્ણુનાં મંદિર ગુજરાતમાં અન્યત્ર પણ હોવાં જોઈએ. પ્રભાસમાં જે સ્થાને શ્રીકૃષ્ણને પારધીનું બાણ વાગ્યું હતું તે સ્થળ (ભાલકું- ભલ્લકેશ્વર તીર્થ) અને સમુદ્ર કિનારે ત્યાં એમને દેહોત્સર્ગ થયો હતો તે સ્થાન ( દેહોત્સર્ગનું મંદિર ) અતિપ્રાચીન તીર્થ હોવાં જોઈએ, જેક તેઓની પ્રાચીનતા સમયકમમાં સ્થાપિત કરવા માટેનાં ચકકસ પ્રમાણ નથી. પણ આ જ પ્રકારના એક વૈષ્ણવ મંદિર-ભવીગૃહ વિશેનો વિગતવાર ઉલ્લેખ જૈન આગમ સાહિત્યમાં મળે છે : ત્યાં ભલી બાણથી વીંધાયેલા પગવાળા વાસુદેવની મૂર્તિ હતી; સાર્થની સાથે ભરુકચ્છથી દક્ષિણાપથ જતા એક જૈન સાધુએ એક ભાગવતનેભાગવત ધર્માનુસારીને એ બતાવી હતી. ભરૂચથી દક્ષિણાપથ જવાના માર્ગ ઉપર કામું બારણમાં ભલ્લીગૃહ હતું. કેસું બારણે તે અત્યારના કોસંબા આસપાસને પ્રદેશ હોવો જોઈએ. ગુજરાતમાં અન્યત્ર પણ વિષ્ણુમંદિરો હશે, પણ મૂળ મંદિરોના અવશેષ કે એને લગતા સાહિત્યિક કે બીજા ઉલ્લેખ ખાસ સચવાયા લાગતા નથી. સૂર્ય પૂજા
ગુજરાતમાં એ કાળે સૂર્ય પૂજા પણ થતી હશે. પ્રભાસમાં સૂર્ય પૂજા થતી હતી એવો ઉલ્લેખ “મહાભારતના વનપર્વમાં છે. ૧૦ પ્રભાસનું બીજું નામ ભાસ્કરક્ષેત્ર છે. “ભાસ્કર' એટલે સૂર્ય અને પ્રભાસ એટલે અતિ પ્રકાશમાન. આમ આ બંને શબ્દ સૂર્ય-પૂજાનું સૂચન કરતા હોય એમ બને. આ વિશે એક કથા “સ્કંદપુરાણના પ્રભાસ ખંડમાં જોવા મળે છે. સૂર્ય ભગવાન પ્રભાસમાં પિતાની પૂર્ણ કળાથી પ્રકાશતા હતા. એમની એક સ્ત્રી સંજ્ઞા એમનું તેજ સહન કરી શકી નહિ તેથી પોતાના જ સ્વરૂપની છાયા નામે સ્ત્રીને સૂર્ય પાસે