________________
૨૮૪] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. શામળાજીના ઉખનનમાંથી કેટલાંક શૈવ શિપ મળ્યાં છે. એમાં ભીલડીના વેશમાં પાર્વતી, માહેશ્વરી માતૃકા, ચામુંડા માતૃકા, ( સંભવતઃ શિવનું) ધડ અને પગનું શિપ વગેરે છે. દેવની મોરીના ઉખનનમાંથી શિવલિંગ સાથે ઈટોની વેદિકા મળી છે એ જ વિસ્તારમાંથી બીજી એક વેદિકા મળી છે, જેમાંથી છૂટું પડેલું શિવલિંગ અન્યત્ર દાયેલું હતું. આનંદપુરના એક દરિદ્ર બ્રાહ્મણે ભૂલેશ્વર (પ્રા. ભુલ્લિરસર) વ્યંતરની ઉપાસના કરી હતી એવો ઉલ્લેખ “આવશ્યક સૂત્ર”ની ચૂર્ણિમાં છે. જૈન શાસ્ત્રોમાં ઘણી વાર શિવ, બ્રહ્મા આદિ બ્રાહ્મણ દેને વ્યંતર' અથવા વાનમંતર' તરીકે વણે વેલા હોય છે, એટલે અહીં ભૂલેશ્વર મહાદેવ ઉદ્દિષ્ટ છે. આ પ્રકારના ઉલ્લેખોમાં બીજા ઉમેરા થઈ શકે, પણ એકંદરે સાહિત્યક અને પુરાવસ્તુકીય પ્રમાણને આધારે આ સમયમાં ગુજરાતમાં શૈવ ધર્મને વ્યાપક પ્રસાર હોવાનું અનુમાન થાય છે.
વૈષ્ણવ સંપ્રદાય
કૃષ્ણ વાસુદેવ અને યાદવો મથુરાથી આવી દ્વારકા અને આસપાસના પ્રદેશમાં વસ્યા એવી અનુશ્રુતિ છે. આમ પ્રાચીન કાલથી વાસુદેવ–પૂજાને અનુકૂળ વાતાવરણ આ પ્રદેશમાં પેદા થયું. શ્રીકૃષ્ણ વિષ્ણુના અવતાર ગણાયા. ગુપ્ત રાજાઓ પરમ ભાગવત-વૈષ્ણવ હતા અને બ્રાહ્મણ સંસ્કૃતિ, બ્રાહ્મણ ધર્મ તથા સંસ્કૃત ભાષાના પક્ષપાતી હતા. ગુજરાતમાંના તેઓના સિકકાઓ પરના લખાણમાં તેઓને “પરમ ભાગવત’ કહેલા છે. મહાભારતની અંતિમ સંકલન સંભવતઃ ગુtત કાલમાં થઈ હતી, અને વાયુપુરાણ આદિ પુરાણ અને કેટલાક મૃતિગ્રંથો એ સમયે પ્રચારમાં આવ્યા હતા. એમાં નિરૂપિત આદર્શોએ સમસ્ત સમાજ ઉપર ઊંડી અસર કરી હતી, જે ઠેઠ અર્વાચીન કાલ સુધી ચાલુ રહેલી છે. એ બધી વિશેષતાઓ ગુપ્ત રાજાઓ અને એમના અધિકારીઓએ ઓછાવત્તા પ્રમાણમાં ગુજરાતમાં દાખલ કરી હશે, અને પરમ ભાગવત ગુપતના અભિમત વૈષ્ણવ ધર્મને ગુજરાતમાં પ્રસાર થયે હશે. સ્કંદગુપ્તના ગિરનારની તળેટીમાંના લેખમાં સુદર્શન સરોવરને કાંઠે ચક્રમૃત વિષ્ણુનું મંદિર બંધાવ્યાનો ઉલ્લેખ છે, વળી ગિરનારમાં ઘણા વેદપાઠી બ્રાહ્મણ હોવાનું એ જ લેખમાં કહ્યું છે, એ પણ બ્રાહ્મણ સંસ્કૃતિને ત્યાં અભ્યદય બનાવે છે.
नगरमपि च भूयाद् वृद्धिमत्पौरजुष्टं द्विजबहुशतगीतब्रह्मनिर्नष्टपापं ।