________________
૧૪ મું]
ધર્મસંપ્રદાય
[૨૮૩
આથી ક્ષત્રમાં શિવ અને કાર્તિકેયની ઉપાસના વિશેષ ભાવે પ્રચલિત હતી એમ માની શકાય. બેએક વર્ષ માટે ક્ષત્રપોની સત્તા પડાવી લેનાર આભીર રાજા મહાક્ષત્રપ ઈશ્વરદતનું નામ, આભીર સેનાપતિ રુભૂતિનું નામ તથા તાજેતરમાં મળેલા દેલતપુર(કચ્છ)ના શિલાલેખમાંના ઈશ્વરદેવનું નામ પણ આ દષ્ટિએ બેંધપાત્ર છે.
પ્રભાસ પાટણના ઈ. સ. ૧૬૯ના એક લેખ અનુસાર, સામે પ્રભાસમાં સોમનાથનું સેનાનું મંદિર બંધાવ્યું, શિવની આજ્ઞાથી ત્યાં પોતાની પદ્ધતિસંપ્રદાય પરંપરા સ્થાપી તથા એ સ્થાન પાશુપતોને અર્પણ કર્યું. પિરાણિક ઉલ્લેખો પણ કહે છે કે શિવે પોતે પ્રભાસમાં સોમશર્મા-રૂપે આવી આ મંદિર બંધાવ્યું હતું. આ બને પરંપરાઓને સંકલિત કરતાં એમ સૂચિત થાય કે સોમ અથવા સેમશર્મા નામે ઐતિહાસિક વ્યક્તિ થઈ હય, જેણે પ્રભાસમાં સોમ-સિદ્ધાંત પ્રવર્તાવ્યો. સોમનાથના ખંડેર : મંદિરના ઉત્પનન વખતે એના પાયામાંથી મળેલાં ઠીકરાં વગેરે, પ્રાચીન સ્થાનની વાતને પ્રત્યક્ષ સમર્થન આપે છે. વળી પુરાણમાં સોમશર્માને રુદ્ર-શિવના ૨૭ મા અવતાર અને પાશુતપ સંપ્રદાયના પ્રવર્તક લકુલીશને ૨૮ મા અવતાર ગણાવ્યા છે, એટલે સોમશર્મા લકુલીશની પૂર્વે થયા હોય. ઉપલબ્ધ પ્રમાણોની એકંદર મીમાંસા કરી જમીનદારે અનુમાન કર્યું છે કે સોમશર્મા ઈસવી સનની પહેલી સદીના પૂર્વાર્ધમાં થયા હેય. મનાથનાં તીર્થોની સ્થાપના અને એના ઉત્તરોત્તર ઉકઈને કારણે ગુજરાતમાં શૈવ સંપ્રદાયના પ્રયારને વિશિષ્ટ વેગ મળ્યો હશે.
પાશુપત સંપ્રદાયના પ્રવર્તક લકુલીશ અથવા નકુલીશ એ મહેશ્વરને અવતાર ગણાય છે અને એમને પ્રાદુર્ભાવ મધ્ય ગુજરાતના કાયાવરોહણ કારણ માં થયો હતો. આ અવતારનાં વિવિધ વર્ણનાંતર પુરાણોમાં છે, તથા લકુલીશની ઊર્થમે મૂર્તિઓ પ્રાચીન અને મધ્યકાલીન શિલ્પોમાં જોવા મળે છે. લકુલીશનો સમય વિદ્વાનોએ ઈસ્વી સનની પહેલી કે બીજી સદી નક્કી કર્યો છે. આમ એક પ્રાચીન શૈવ સંપ્રદાયની ઉત્પત્તિ રેવાકાંઠાના વિસ્તારમાં કારવણમાં થઈ હતી. સ્કંદપુરાણના રેવાખંડમાં ઉલિખિત રેવાકાંઠે એ શૈવ તીર્થોના પ્રદેશ તરીકે જાણીતો છે, એટલે પાશુપત પરંપરાએ પણ શૈવ સંપ્રદાયની લેકપ્રિયતામાં ફાળો આપે હશે. એના વિસ્તાર અને પ્રભાવ કાળાંતરે વધ્યા હશે. સોલંકી કાલમાં સોમનાથના ગંડ-રક્ષક પાશુપત આચાર્યો હતા. એ સંપ્રદાયનું સાહિત્ય પણ સારા પ્રમાણમાં રચાયું હશે, જેમાંથી ભા સર્વજ્ઞકૃત “ગણકારિકા” એ પ્રાચીન ગ્રંથ બન્યો છે.