________________
- ૧૪ મું]
ધર્મસંપ્રદાયે .
[૨૮૯
પ્રાચીન બૌદ્ધ સાહિત્યમાં ભરુકચ્છ અને સોપારક-સે પારાના પુષ્કળ ઉલ્લેખ આવે છે તે ઉપરથી એ નગરોની આસપાસના પ્રદેશમાં બૌદ્ધ ધર્મને સારો પ્રચાર હેવાનું સિદ્ધ થાય છે. ૨૨ જૈન આગમ-સાહિત્ય અનુસાર ભરૂચમાં બૌદ્ધ સૂપ અને મૂર્તિ હતાં. એ મૂર્તિને નમાવવાને ચમત્કાર ખપુરોચાર્યો કર્યો હતો (જેથી મૂર્તિ “નિર્મથનામિત' તરીકે ઓળખાતી હતી.) અને અધાવબોધ તીર્થ બૌદ્ધોના કબજામાંથી એમણે છોડાવ્યું હતું. ૨૩ શામળાજી પાસે દેવની મોરીમાં વિશાળ બૌદ્ધ વિહાર અને સ્તૂપ મળ્યાં હતાં એ જોતાં ભરૂચમાં અને ગુજરાતમાં અન્ય સ્થળોએ બૌદ્ધ ધર્મનાં આવાં ધામ હોય એ શક્ય છે. વલભી જેમ જૈન ધર્મનું તેમ બૌદ્ધ ધર્મનું પણ મોટું કેન્દ્ર હતું. ઝઘડિયા પાસે કડિયા ડુંગરામાંની ગુફાઓ થોડા સમય પહેલાં જાણવામાં આવી છે. બૌદ્ધો અને જૈને વચ્ચેનાં સ્પર્ધા અને વાદયુદ્ધો વિશેનાં અનેક કથાનક જૈન આગમની ટીકા-ચૂણિઓમાં અને ઉત્તરકાલીન સાહિત્યમાં મળે છે, એમાં તને સારે અંશ છે તે આ ઉપરથી પુરવાર થાય છે. દેવની મોરીનો મહાવિહાર એ ગુજરાતને સૌથી મોટો બૌદ્ધ અવશેષ હતા. પણ અભ્યાસીઓ વસ્તુલક્ષી કપના પ્રયોજીને સાહિત્યિક સામગ્રીનું ઉચિત સંજન કરવાનું રહે છે અને સમગ્ર ભારતની જેમ ગુજરાતમાંથી પણ બૌદ્ધ ધર્મ કમે ક્રમે કેમ વિલુપ્ત થઈ ગયો એનાં કારણ પણ વિચારવાનાં રહે છે.
આજીવક સંપ્રદાય
જૈન અને બૌદ્ધ સંપ્રદાયની સાથે આજીવક સંપ્રદાયનો પણ વિચાર આવે. કાલકાચાર્ય આજીવક પાસે અષ્ટાંગ મહાનિમિત્તને અભ્યાસ કરવા માટે ગયા હોવાનો ઉલ્લેખ સંઘદાસગણિના પંચકલ્પ ભાષ્યમાં છે. ૨૪ આજીવક નિયતિવાદી હેઈ નિમિત્તશાસ્ત્રને વિશેષ અભ્યાસ કરતા હશે. ગુજરાતમાં જૈને અને બૌદ્ધોની જેમ આજીવકોની વસ્તી પણ ઓછાવત્તા પ્રમાણમાં હોય એ શક્ય છે.
અગ્નિપૂજકે
અગ્નિપૂજક વિશેને એક રસપ્રદ ઉલ્લેખ જૈન આગમોની ટીકા-ચૂર્ણિમાં મળે છે. ગિરિનગરમાં એક અપૂજક વણિક દર વર્ષે એક ઘરમાં રો ભરીને પછી એ ઘર સળગાવીને અગ્નિનું સંતર્પણ કરતા હતા. એક વાર એણે ઘર સળગાવ્યું. એ સમયે ખૂબ પવન વાશે તેથી આખું નગર બળી ગયું. બીજા એક નગરમાં એક વણિક આ પ્રમાણે અગ્નિનું સંતર્પણ કરવાની તૈયારી કરે છે ઇ-૨-૧૯