________________
ર૭૧
૧૩ મું]
લિપિ છે ને એ વિકલ્પ લેખનમાં તથા મુદ્રણમાં અદ્યાપિ ચાલુ છે (દા. ત. ચિન્હ અને ચિહ્ન) એ અહીં નેંધપાત્ર ગણાય.
મૌર્યકાલમાં પૂર્વ વ્યંજન કે ઉત્તર વ્યંજન તરીકે ર પ્રજવાને હોય ત્યારે મેટે ભાગે એની સાથે જોડાતા વ્યંજનની ઊભી રેખા કે ત્રાંસી રેખામાં ર ને સર્પાકાર મરોડ એકાકાર થાય છે; દા. ત. , તેં કે ત્ર ના મરોડ. ક્ષત્રપાલ અને ગુપ્તકાલમાં પૂર્વ વ્યંજન કે ઉત્તર વ્યંજન તરીકે ર પોતાના નિશ્ચિત સ્થાને જોડાય છે. પૂર્વ વ્યંજન તરીકે ર ને પ્રજતી વખતે એની નીચેના ગોળ અવયવનો સાધારણ રીતે લોપ કરવામાં આવે છે, તેથી ઉત્તર વ્યંજનની ટોચે એક ઊભી રેખા ઉમેરી હોય એવું દેખાય છે, જેમકે ચ્ય અને . ઉત્તર વ્યંજન તરીકે ક્ષત્રપકલમાં ૨ ને સર્પાકાર મરેડ દેખા દે છે (દા. ત. ત્ર), જયારે ગુપ્તકાલમાં એને સુરેખ વળાંકદાર મરોડ પ્રયોજાય છે (જેમકે ત્ર).
ક્ષત્રપકાલથી વર્ષોની ટોચે શિરોરેખા બંધાવા લાગી હતી. સંયુક્ત વ્યંજન પ્રયે જતી વખતે બહુધા વ્યંજનની ટોચની શિરોરેખાને લેપ કરવામાં આવતો. જો કે ક્ષત્રપાલમાં ર્ચા ના વચ્ચેના ચ ની ટોચે અને 8 માં ૨ ની ટોચે શિરોરેખા યથાવત રહી છે. જેમ પૂર્વને ? ઉત્તર વ્યંજન સાથે જોડાય ત્યારે એના નીચલા ગોળ છેડાને લેપ કરવામાં આવતો, તેમ પૂર્વના ની બાબતમાં પણ કરવામાં આવતું; જેમકે ક્ષ અને કમી ના મરોડ. ક્ષત્રપકાલીન જ્ઞ અને ગુપ્તકાલીન ડું ના મરોડ પરથી સૂચિત થાય છે કે જે ઉત્તર વ્યંજનનાં મથાળાં આડી રેખાવાળાં હોય અને પૂર્વ વ્યંજનના નીચલા છેડા આડા કે ગોળ હોય તો તેઓના સંજન વખતે વચ્ચે એક નાની ઊભી સુરેખા ઉમેરવામાં આવતી, જેથી એ સંયુક્ત વ્યંજને સ્પષ્ટપણે ઊકલી શકે. ગુપ્તકાલીન જ્ઞા માં પૂર્વ વ્યંજન ગની નીચલી આડી રેખા અને ઉત્તર વ્યંજન ર ની ઉપલી આડી રેખા એકાકાર કરી ગોળ મરોડ આપ્યો છે. સંયુક્ત વ્યંજનને ચાલુ કલમે લખવાની પ્રવૃત્તિને એ સૂચક છે. ક્ષેત્રપાલથી ઉત્તર વ્યંજન તરીકે ચ ના બે મરોડ પ્રજાવા શરૂ થયા છે: એક ત ચ ને સમકાલીન પ્રચલિત સ્વરૂપનો મરોડ અને બીજો વળાંકવાળ-દૂકના આકારને મરેડ (જુઓ ક્ષત્રપકાલીન ચ ના તથા ગુપ્તકાલીન ચ ના બબ્બે મરોડ.). દૂકના આકારના મરોડને પ્રવેગ સમય જતાં પહેલા મરોડની અપેક્ષાએ વધુ ને વધુ પ્રચલિત બનતું જાય છે.
એકદરે બ્રાહ્મી સંયુકત વ્યંજને વર્ગોના વિકાસને અનુરૂપ બનવાની સાથોસાથ ચાલુ કલમે લખાવાને કારણે કલાત્મક બનતા જાય છે.