________________
૨૭૦]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
નમૂનાઓ. ) બંને બાજુના વળાંકદાર મરેડ સાથે પ્રયોજાયેલું જોવા મળે છે. મૌ માં મ નું જોડાયેલું સ્વરૂપ ન તો અશકના કોઈ લેખમાં મળે છે કે ન તે પાછળના લેખોમાં એનો પ્રચાર થયેલો જોવા મળે છે, આથી આ ચિહ્ન મૌર્યકાલ પહેલાંનું હોય અને લેખકને એની જાણકારી હોઈને એણે એનો પ્રયોગ કર્યો હોય એમ સંભવે.૪૩
આમ એકંદરે મૌર્યથી ગુતોના કાલાવધિ દરમ્યાન અંતર્ગત સ્વરચિહ્નોને ઠીક વિકાસ થયો છે અને તેઓના સુરેખ મોડ ધીમે ધીમે વળાંકદાર મરોડ ધારણ કરતા થયા છે, જેને લઈને અક્ષરની કલાત્મકતા વધી છે.
સંયુક્ત વ્યંજને બ્રાહ્મી સંયુક્ત વ્યંજનો વ્યંજનની નીચે વ્યંજન ઊભો જોડીને પ્રજાય છે (જુઓ પટ્ટ ૨). આ પ્રક્રિયામાં સામાન્ય રીતે ઉપલા વ્યંજનને કદમાં સાદા વ્યંજન જેટલો રાખવામાં આવે છે, જ્યારે નીચલા વ્યંજનનું કદ ઠીક ઠીક ઘટાડવામાં આવે છે; દા. ત. મૌર્યકાલીન રસ, , સ્વ; ક્ષત્રપકાલીન જ્ઞ; ગુપ્તકાલીન વુ, વગેરેમાં. સંસ્કૃત વ્યાકરણની દષ્ટિએ તો પૂર્વને વ્યંજન હલત હોઈએનું કદ ઘટાડવું જોઈએ, પરંતુ લેખનમાં એ કાં તો નહિ ફાવવાને કારણે અગર સંયુક્ત વ્યંજનોની કલાત્મકતા ઘટવાની દહેશતને કારણે ઊલટી પ્રક્રિયા સ્વીકારાતી નજરે પડે છે. વ્યંજનોને પરસ્પર જોડતી વખતે, જે પૂર્વ વ્યંજનને નીચલે છેડે બે પાંખ હોય તે, ઉત્તર વ્યંજનનો ઉપસે છેડે બહુધા પૂર્વ વ્યંજનને જમણે છેડે જોવામાં આવે છે; દા. ત. મૌર્યકાલીન , ; ક્ષત્રપકાલીન , , , W; ગુપ્તકાલીન ત્રિ, , , ય વગેરેમાં.
પૂર્વ વ્યંજનની નીચે ઉત્તર ભંજન જોડવાની સાધારણ પદ્ધતિની બાબતમાં મૌર્યકાલમાં અને એય ગિરનારના શૈલલેખોમાં, ક્યાંક ક્યાંક નોંધપાત્ર અનિયમિતતાઓ જોવા મળે છે, જેમકે ટ અને સ્ત્ર માટે તેની નીચે ર અને
ની નીચે ૨ જોડવા જોઈએ, એને બદલે ઉત્તર વ્યંજનો (ટ અને ચીની નીચે પૂર્વ વ્યંજને (૨ અને ૩) જોડ્યા છે. એવી રીતે તેમજ ને માટે તન મરોડ જ પ્રયોજાય છે. ઉત્તર વ્યંજન અને પૂર્વ વ્યંજનના વ્યક્રમની આ લેખમાં વરતાતી અનિયમિતતા લહિયાની અંગત વિલક્ષણતા ગણાય કે પછી એ સમયે આવા સંયુક્ત વ્યંજનોમાં પૂર્વ-ઉત્તર વ્યંજનેનાં સ્થાન નિશ્ચિત થયાં નહોતાં એમ મનાય એ નક્કી કરવું મુશ્કેલ છે. પછીના સમયમાં અમુક અટપટા સંયુક્ત વ્યંજનોમાં બંને પ્રકારના સ્થાનક્રમ વિકલ્પ જોવા મળે