________________
૨૭૨]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[ પ્ર.
અગવાહ - ચિહ્નો અનુસ્વાર, વિસર્ગ, જિહવામૂલીય, ઉપમાનીય—એ અયોગવાહનાં ચિહ્ન પ-૨ માં દર્શાવવામાં આવ્યાં છે.
અનુસ્વાર બિંદુ-સ્વરૂપે કરવાની પદ્ધતિ છેક મૌર્યકાલથી દેખા દે છે. પછીના સમયમાં બિંદુ સ્વરૂપના વિકલ્પ નાની આડી રેખા જેવું સ્વરૂપ પણ પ્રજાતું નજરે પડે છે, જેમકે ક્ષત્રપકાલીન છું અને ગુપ્તકાલીન નાં માં. મૌર્યકાલમાં અનુસ્વારનું બિંદુ વર્ણના ઉપરના ડાબા ખૂણામાં કરવામાં આવતું (દા. ત. અને ), જે સમય જતાં વર્ણની ટોચે કરાવા લાગ્યું.
વિસર્ગ અનુસ્વારની માફક બહુધા બે બિંદુરસ્વરૂપે અને કવચિત બે નાની આડી રેખા સ્વરૂપે પ્રયોજાય છે. મૌર્યકાલમાં એનો પ્રયોગ મળતો નથી, પછીના લેખોમાં એ નિયમિત મળે છે. વિસર્ગનું ચિહ્ન વર્ણની જમણી બાજુએ કરવામાં આવે છે. જે સંયુકત વ્યંજન સાથે એને પ્રજવાનું હોય તો એ મુખ્યત્વે પૂર્વ વ્યંજનને લક્ષમાં રાખીને કરવામાં આવે છે જેમકે 7: અને ત્ય: ના મરોડ.
ગવાહમાં અનુસ્વાર અને વિસર્ગ ઉપરાંત આ કાલાવધિમાં ગુપ્તકાલમાં જિહવામૂલીયનો પ્રયોગ મળે છે. સૈકૂટક દહનના તામ્રપત્ર-લેખમાં એને પ્રયોગ થયો છે. ઉપમાનીને નમૂનો પ્રાપ્ત થતો નથી. “” અને “ર” ની પહેલાં વિસર્ગનું ઉચ્ચારણ વિશિષ્ટ રીતે થાય છે, જેને જિહવામૂલી કહેવામાં આવે છે. એવી જ રીતે “1” અને “+” ની પૂર્વ વિસર્ગનું ઉચ્ચારણ પણ જુદું હોય છે, જેને ઉપષ્માનીય તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન કાળમાં બને માટે વિશિષ્ટ ચિહન પ્રયોજાતાં. જિહવામૂલીયનું ચિહ્ન સમકાલીન મ વર્ણના મરોડને મળતું હતું. અહીં પ્રયોજાયેલ મરોડ દખણમાં પ્રયોજાયેલા એના સમકાલીન મરેડને ઘણે અંશે મળતા જણાય છે. ૪૪ કે દખ્ખણની સીધી અસર નીચે હોવાથી આ જાતનું સામ્ય સ્વાભાવિક ગણાય. જિહવામૂલીયનું ચિહ્ન વ્યંજનને મથાળે જોડાય છે. એનો મરોડ મ વર્ગને મળતો હોવાથી એના નીચલા ભાગની જમણી ત્રાંસી રેખાની સાથે ચાલુ કલમે અક્ષર જોડાય છે; જેમકે *#ા. જિહવામૂલીપનું ચિહ્ન જેડતી વખતે અક્ષરની શિરોરેખાને લેપ થાય છે. વળી પછીના વ્યંજનની સાથે જોડવાનાં અંતર્ગત સ્વરચિહ્ન જિહવામૂલીયના ચિહ્ન સાથે જોડવામાં આવે છે.