________________
૨૬૬] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. કરવામાં આવતું હતું (દા. ત. ), પરંતુ જ્યારે વર્ણની ટોચ આડી રેખાવાળી કે વળાંકવાળી હોય ત્યારે આ અંતર્ગત સ્વરચિહ્ન વર્ણના ઉપલા છેડાને બદલે મધ્ય ભાગમાં જોડાય છે; જેમકે ના અને થા ન મરેડ. ક્ષેત્રપાલમાં આ અંતર્ગત સ્વરચિહ્ન મુખ્યત્વે મૌર્યકાલીન સ્વરૂપે પ્રયોજાય છે (જેમકે સી ); સાથોસાથ એની નાની આડી રેખા લંબાઈમાં વધીને વળાંકદાર ભરેડ પણ ક્યાંક ક્યાંક ધારણ કરવા લાગી છે દા. ત. વ માં, જે વિકાસસૂચક છે. અહીં થા માં આ અંતર્ગત રવરચિહ્નને મોર્યકાલીન પદ્ધતિઓ વચ્ચે ન પ્રજતાં વર્ણની ટોચે પ્રયોજ્યું છે. 8 માં સ્ત્ર ની ટોચને વળાંકવાળો મરડ ઘડાયો હોવાથી આ સ્વરચિહ્ન વર્ણને મથાળ ઉમેરવાને બદલે એના મધ્યભાગમાં ઉમેર્યું છે. ગુપ્તકાલમાં ક્ષત્રપકાલીન ઈ માં દેખા દેતા આ અંતર્ગત સ્વરચિહ્નના વળાંકવાળા મરોડનો પ્રચાર વધે છે; જેમકે રા ને મરેડ. અહીં થા અને સ્ત્રી અગાઉની માફક પ્રયા છે.
ટુ નું અંતર્ગત સ્વરચિહ્ન મૌર્યકાલમાં એક આડી રેખાને જમણે છેડે એક ઊભી રેખા જોડીને કાટખૂણાકારે વર્ણની ટોચે જમણી બાજુએ પ્રયોજવામાં આવતું (દા. ત. સિ); કેટલીક વાર એ ખૂણાને બદલે વળાંકદાર મરડ પણ પ્રયોજાતો હતો (દા. ત. જિ). ગિરનારના શૈલલેખમાં આ વળાંકદાર મને વપરાશ વધારે પ્રમાણમાં નજરે પડે છે. માં આ અંતર્ગત સ્વરચિહ્નની આડી રેખા વર્ગની આડી રેખામાં ભળી ગઈ છે. ધિ માં ટોચથી સહેજ નીચે વળાંકવાળી રેખા દ્વારા આ અંતર્ગત સ્વરચિહ્ન વ્યક્ત કરવામાં આવ્યું છે. ક્ષત્રપાલમાં આ અંતર્ગત સ્વરચિહ્નને ગોળ વળાંકદાર મરોડ પ્રયોજાય છે. આ વિકસિત મરોડ વર્ણને મથાળે જમણી બાજુએથી વળાંક લઈને મુખ્યત્વે ડાબી બાજુએ મૂકે છે (જેમકે તિ, વિ અને લય ના મરોડ), પરંતુ ક્યારેક એને નીચેની તરફ ઝુકાવવાને બદલે સહેજ ઉપરની તરફ કલાત્મક રીતે ચડાવવામાં આવે છે (દા. ત. મિ ને મરેડ). ગુપ્તકાલ દરમ્યાન આ અંતર્ગત સ્વરચિહ્નનું ક્ષત્રપકાલીન
સ્વરૂપ ક્યાંક ક્યાંક પ્રજાતું રહ્યું છે જેમકે નિ), પરંતુ એની તુલનાએ એનો વિકસિત મરોડ વ્યાપક પ્રમાણમાં આ સમયે પ્રચલિત બને છે (દા. ત. તિ, મિ અને થિ ને મરોડ). અગાઉ ડાબી બાજુએ મૂકીને અધવચ્ચેથી અટકી જતા આ અંતર્ગત સ્વરચિહ્નનના મરેડને અહીં આગળ લંબાવીને વર્ણના મથાળા સાથે સાંકળ્યો છે, જેથી પૂર્ણત્તાકાર કે ( જ્યાં બે ટોચ હોય ત્યાં) આડા અર્ધવૃત્તાકાર જેવો મરોડ બન્યો છે.