SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩મું]. લિપિ [૨૬૭ { નું અંતર્ગત સ્વરચિહ્ન મૌર્યકાલમાં અંતર્ગત ૬ ના ચિહ્નની આડી રેખાને જમણી બાજુએ લંબાવી એને છેડે ઊભી રેખા જોડીને (અર્થાત અંતર્ગત હું ના મરોડમાં એના જેવો જ બીજો મરડ જમણી બાજુએ જોડીને) વ્યક્ત કરવામાં આવે છે (જેમકે ). આ અંતર્ગત રવરચિહ્ન અને થ સાથે સમકાલીન ળિ અને ની માફક જેડાયું છે. ક્ષત્રપાલમાં આ અંતર્ગત સ્વરચિહ્નનો વિકાસ થયેલ નજરે પડે છે. અહીં એની ડાબી તેમજ જમણી બાજુની રેખાઓ સળંગ વળાંક ધારણ કરીને ગોળ મરોડ વર્ણની ટોચે પ્રયોજાય છે (જેમકે અને બી ના મરોડ). વળી સાથોસાથ કયારેક ડાબી બાજુને વળાંક જમણી બાજુ તરફ વળે છે અને જમણી બાજુનો વળાંક ડાબી બાજુ તરફ વળે છે, જેમાં ડાબી બાજુના વળાંકના પ્રમાણમાં જમણી બાજુ વળાંક ઘણો લાંબો છે (જેમકે તી અને પ ના મરોડ). ગુપ્તકાલમાં એ ક્ષત્રપકાલીન મરોડ ક્યાંક ક્યાંક પ્રયોજાયો છે જેમકે તી ને મરોડી, પરંતુ બહુધા એનાથી ઊલટી પ્રક્રિયાનું સૂચન કરતો મરોડ અહીં વ્યાપકપણે પ્રયોજાયો છે (દા. ત. રવી અને પ ના મરોડ). એ બે મરોડે પૈકી ઊલટી દિશાનો આ મરોડ એના વર્તમાન સ્વરૂપ તરફ વિકાસ કરવાની દિશાનું સૂચન કરતું હોઈને ખાસ નોંધપાત્ર ગણાય. ની માં આ અંતર્ગત સ્વરચિહ્નના વૃત્તનો જમણ છેડી અધવચ્ચે અટકી ન જતાં લંબાઈને પૂર્ણવત્તનું સ્વરૂપ ધારણ કરે છે. ૩ નું અંતર્ગત રવરચિહ્ન મૌર્યકાલમાં વર્ણના નીચલા છેડે જમણી બાજુએ સ્વરનું મૂળ સ્વરૂપ જોડીને સૂચવાય છે. આ જાતનું જોડાણ વર્ણન નીચલા છેડે ઊભી (કે ત્રાંસી) રેખાવાળો હોય, ત્યારે સહેલાઈથી થઈ શકે છે. આ જોડાણ વખતે આ અંતર્ગત સ્વરચિહની ઊભી રેખા વર્ણના નીચલા છેડાની ઊભી રેખા સાથે એકાકાર થતી હોઈ, પરિણામે તો વર્ણના નીચલા ઉભા છેડે આડી રેખા જ જોડવામાં આવતી હોય એમ જણાય છે (જેમકે ને મરોડ); પરંતુ જયારે વણનો નીચલે છેડે આડી રેખાવાળો હોય ત્યારે આ અંતર્ગત ૩ નું ચિહ્ન એની જમણી બાજુએ નીચે (દા. ત. 7 માં) અને એ નીચલો છેડે ગોળ મરોડવાળો હોય તો એમાં પણ બહિર્ગોળની નીચે એક ઊભી રેખા જોડીને સૂચવવામાં આવે છે (જેમકે મુ). ક્ષત્રપ અને ગુપ્ત કાલમાં આ અંતર્ગત સ્વરચિદની નીચે જોડાતી આડી રેખા જમણી બાજુએ અને ઊભી રેખા ડાબી બાજુએ ગોળ વળી અને ધીમે ધીમે સહેજ ઉપર ચડી; જોકે આ પ્રક્રિયા દરમ્યાન વર્ણોના મરોડમાં રૂપાંતર થતાં એ ગોળ વળાંક, ડાબી અથવા જમણી બાજુએ
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy