________________
૨૬૪] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. ઉપર વર્ણોના મરોડને આધારે ભૌથી ગુપ્ત સુધીના આઠસો વર્ષના ગાળામાં બ્રાહ્મી લિપિનું સ્વરૂપ અને એમાં આવેલા ક્રમિક રૂપાંતરોની ચર્ચા કરી. લિપિવિદ્યામાં વર્ષો અને તેઓનું રવરૂપ સવિશેષ મહત્ત્વનાં ગણાય છે, તેમ છતાં અંતર્ગત સ્વરચિહ્નો, સંયુકત વ્યંજન, સંકેતચિહ્નો અને અંકચિહ્નોનું સ્વરૂપ અને તેઓનું ક્રમિક રૂપાંતર પણ સર્વાગીણ લિપિ-વિકાસ સમજવા માટે જાણવું જરૂરી છે. વર્ણોના વિકાસની સાથે સાથે તેઓના આકાર-પ્રકારમાં ફેરફાર પડવાને કારણે તેઓની સાથે જોડવામાં આવતાં અંતર્ગત સ્વરચિહ્નોને જોડવાની પદ્ધતિમાં ફરક પડે છે, વળી વર્ણની સાથે જ એ ચિહ્ન પ્રજવાનાં હોવાથી તેઓના મરોડોમાં પણ રૂપાંતર થયા કરે છે. એવી રીતે વર્ગોના મરોડમાં રૂપાંતર થતાં, તેઓને પરસ્પર સં જવાની પદ્ધતિમાં પણ ફેર પડે છે. વળી આખોય સંયુક્ત વ્યંજન ચાલુ કલમે લખવાની પ્રવૃત્તિને કારણે પણ યુક્ત વ્યંજનોના મરોડમાં રૂપાંતર થયા કરે છે. એ બાબત સંકેતચિહ્નોને પણ એટલી જ લાગુ પડે છે. અને પ્રજવાની પદ્ધતિ પણ લિપિનો ભાગ છે, એમાં પણ રૂપાંતર થતાં રહે છે. આ બાબત ધ્યાનમાં લેતાં તેઓનું સ્વરૂપ અને એમાં થતાં રૂપાંતરોને ટૂંકમાં નિરૂપવા માટે પર તૈયાર કર્યો છે. એમાં ત્રણ ઊભાં ખાનામાં અનુક્રમે મૌર્ય, ક્ષત્રપ અને ગુપ્ત એ ત્રણે કાલના અમુક અમુક મહત્ત્વના નમૂના આપીને તેઓનાં રવરૂપ અને વિકાસ દર્શાવવા પ્રયાસ કર્યો છે.
અંતર્ગત સ્વરચિહને જ્યારે વ્યંજનમાં ( સિવાયના) સ્વર ભેળવવામાં આવે છે ત્યારે હાલ તો તે તે સ્વરના મૂળ ચિહ્નને બદલે તે તે સ્વરનું એક જુદી જાતનું જ ચિહ્ન પ્રયોજવામાં આવે છે. આ ચિને અંતર્ગત સ્વરચિહ્ન (medial vowel–sign) કહેવામાં આવે છે, જ્યારે વરના મૂળ ચિને આરંભિક કે મૂળ સ્વરચિહ્ન (initial vowel-sign ! કહે છે. આ કાલ દરમ્યાન વ્યંજનોમાં આ અંતર્ગત સ્વરચિહ્ન કેવી રીતે જોડાતાં એ પ-૨ માં બતાવવામાં આવ્યું છે.
આરંભિક કે મૂળ સ્વરચિહ્નો અને વ્યંજનચિક્રોની જેમ અંતર્ગત સ્વરચિહ્નોના મરેડમાં પણ દેશ-કાલ અનુસાર ઘણાં પરિવર્તન થયાં છે. તેઓનાં સૌથી જૂનાં સ્વરૂપ મૌર્યકાલીન અભિલેખોમાં દેખા દે છે. અશોકના ગિરનારના શૈલલેખોમાં એકદરે આઠ અંતર્ગત સ્વરચિહ્ન પ્રયોજાયાં છે: સ, હું છું, ૩, ૫, ૭, છે અને લો. વ્યંજન-ચિહ્નોથી વ્યક્ત થતા વ્યંજનોને અકારાંત ગણેલા હોવાથી ૪ ના અલગ સ્વરચિહ્નની આવશ્યકતા ઊભી થતી