________________
૧૩ મું]
[૨૬૩
કંઈક ઓછું થયેલું હોવાની છાપ પડે છે, પરંતુ વાસ્તવમાં તો જ, 7 અને જ જેવા અક્ષરોના મરોડ વધારે પ્રમાણમાં વળાંકદાર સ્વરૂપે પ્રયોજાયા છે.
ગુપ્તકાલીન બ્રાહ્મીને ભારતની તત્કાલીન ઇતર પ્રદેશની બ્રાહ્મી લિપિ સાથે સરખાવીએ તો સ્પષ્ટ જણાય છે કે ગુજરાતમાં બ્રાહ્મી લિપિના રૂપાંતરની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી આવે છે તે આ સમયે પણ ચાલુ રહી છે. કંદગુપ્તને ગિરનાર શૈલલેખ સૈારાષ્ટ્રના પ્રાદેશિક લિપિ-મરોડમાં લખાયો છે. આ લિપિપ્રકાર દેખીતી રીતે આ પ્રદેશની પ્રાફકાલીન (ક્ષત્રપાલીન) લિપિનું અનુસંધાન ધરાવે છે. ઉત્તર ભારતના સમકાલીન લિપિ–પ્રકારની સરખામણીએ આ પ્રદેશના આ લિપિ પ્રકારમાં દક્ષિણી શૈલીની કેટલીક સ્પષ્ટ અસર તરી આવે છે;૩૫ દા. ત. a , અને ર ના નીચલા છેડાઓને ડાબી બાજુએ ગોળ વાળવા, ૪ ની જમણ ભુજાને ગોળ મરોડ આપ, અંતર્ગત ૪ ના ચિહ્નને ડાબી કે જમણી બાજુએ ગોળ મરોડ આપવો ૩૬ વગેરેમાં.
ઉત્તર ગુજરાતમાંથી આ સમયના કોઈ લેખ મળ્યા નથી, પણ દક્ષિણ ગુજરાતમાં નૈકૂટક વંશના દ હસેનના તામ્રલેખ અને સિક્કાલેખ મળે છે. સૈકૂટક વંશને મૂળ પ્રદેશ-ત્રિકૂટ કોંકણમાં આવેલ હતો અને એ વંશના રાજાઓએ કલચુરિ સંવત અપનાવ્યો હતો, જે પશ્ચિમ દખણમાં શરૂ થયો જણાય છે. આમ કેકણના સૈકૂટકેની સત્તા દક્ષિણ ગુજરાતમાં પ્રસરતાં ગુજરાત પર દખણની કેટલીક અસર પ્રસરી હોવાનું સ્પષ્ટ થાય છે. ગુજરાત પર દખણની અસર ક્ષત્રપાલના છેક આરંભથી થવા લાગી હતી, જે નૈફૂટકના સમયે વધુ વ્યાપક બનતી જાય છે. સૌરાષ્ટ્રના ગુપ્તલેખમાં જણાતી દક્ષિણી શૈલીની અધિક અસર પાછળ દખણની આ અસર હેવી સંભવે. દહસેનના લેખમાં તો દક્ષિણી શૈલીની અસર સૌરાષ્ટ્રના ગુપ્તલેખ કરતાં વિશેષ જોવા મળે છે.૩૭ દા. ત. ઉપર કંદગુપ્તના લેખના સંદર્ભમાં કથિત દક્ષિણી લક્ષણો ઉપરાંત ૬ ના મરોડમાં ઉપલા બિંદુનું બહિર્ગોળ (તરંગાકાર) રેખાત્મક સ્વરૂપ, ૬ ના મોડમાં મધ્યનું કેણિક સ્વરૂપ, વૉ માંડટ અંતર્ગત સૌ ના નૂતન મરોડનો પ્રયોગ થવો, વગેરે.
આ ત્રકૂટક લિપિ-પ્રકારના ઉગમથી થોડા સમયમાં ગુજરાતમાં એક વિશિષ્ટ પ્રાદેશિક લિપિનો ઉદ્દભવ થાય છે. અહીં એટલું નેંધવું બસ છે કે સ્કંદગુપ્તના શૈલલેખ, અગાઉના ( બ્રાહ્મીના ક્ષેત્રપાલીન) લિપિ-પ્રકારની અને હવે પછી ત્રકૂટકેલી અસરથી વિકસનાર મૈત્રકકાલીન લિપિ–પ્રકારની વચ્ચેનું અંકેડે
પૂરો પાડે છે. ૩૯