________________
૨૬૦]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
સંકુલ બનતો ગયો અને નીચલી રેખા ગોળ વળીને જમણી તરફ વળવા લાગી.૨૨ પહેલો મરોડ એ સ્વરૂપનું સુરેખ સ્વરૂપ દર્શાવે છે. એ સ્વરૂપના કૌશિક અવયવો સમય જતાં ગોળ મરોડવાળા બને છે. આને લઈને બનતે મરેડ સમકાલીન ૪ ના મરોડને ઘણે અંશે મળતો બન્યો છે; જોકે ૪ ની પીઠ ની અપેક્ષાએ સહેજ ઊંચી છે. ધ ને એના મૌર્યકાલીન મરોડ કરતાં ઊલટો મરોડ અહીં પ્રયોજાયો છે; જેકે અશોકના બીજા કેટલાક લેખોમાં ગિરનારના ધ કરતાં ઊલટું (ક્ષત્રપાલમાં પ્રયોજાયું છે તેવું) સ્વરૂપ પ્રજાયું હતું. ૨૩
ન નો વિકાસ સમકાલીન ળ ની માફક થયો છે. મને પહેલો મરોડ મૌર્યકાલીન મરોડની નિકટને છે. મૌર્યકાલમાં આરંભાયેલી ઉપરની નાની રેખાને ડાબી બાજુએ ખસેડવાની પ્રવૃત્તિ અહીં પણ ચાલુ રહી છે. એ રેખાની નીચે બાકીની સીધી રેખાઓને વળાંકવાળો મરડ અપાયો, જેમાં આડી રેખાની મધ્યમાં ખાંચો પાડીને બે બહિર્ગોળ વળાંક કરવામાં આવ્યા. પરિણામે મને ક્ષત્રપકાલીન મરોડ વર્તમાન બાળબોધ સ્ર ના મરોડને મળતો બન્યો છે. મ ના મૌર્યકાલીન મરોડની સાથોસાથ એને સુરેખ મરોડ પણ અહીં આરંભમાં પ્રજા છે; જોકે આ સમય દરમ્યાન મ ની ડાબી કે જમણી ત્રાંસી રેખાને વળાંકવાળી કરવામાં આવતી જોવા મળે છે. ત્રીજા ખાનાના પહેલા મરોડમાં નીચેની રેખા લુપ્ત છે, જે સિક્કાઓના નાના કદને કારણે હોવાનું જણાય છે. ૪ ની જમણી ઊભી રેખાને ગોળ મરેડ આપીને ડાબી તરફ ઝુકાવવાની પ્રવૃત્તિ અહી આરંભાઈ છે, જે દક્ષિણી અસરની સૂચક છે. ૨૪ વ માં શિરોરેખાના ઉમેરાવા સાથે ઉપલી રેખાની ઊંચાઈ ઘટી છે અને ક્યારેક તો વર્ણના નીચલા ગોળ કે ત્રિકોણ અવયવને જાણે કે શિરોરેખા સાથે સીધો જોડી દીધો હોય એમ લાગે છે.
આમ મૌર્યકાલીન વર્ગોના મરોડ સાથે ક્ષેત્રપાલીન વર્ગોના મરોડની તુલના કરતાં કેટલેક અંશે ક્ષત્રપકાલીન વર્ગોના મરોડમાં રૂપાંતર થયાનું જણાય છે. કેટલાક વર્ષોના પરિમાણમાં ફેરફાર થયા છે, સીધી રેખાવાળા મરોડ વળાંકદાર બન્યા છે. એમાંય રેખાઓને ખાંચાદાર (તરંગાકાર) આપવાની પ્રવૃત્તિ ખાસ નોંધપાત્ર છે. ચેથા સૈકામાં વિકસિત સ્વરૂપ પામેલા વર્ણ ઘણે અંશે, તેઓનાં અનુકાલીન સ્વરૂપોની અવસ્થા પામેલા જણાય છે.
મૌર્યકાલીન બ્રાહ્મી લિપિ, ઉપર જોયું તેમ, કોઈ પ્રાદેશિક લક્ષણો ધરાવતી નહોતી, પરંતુ સમય જતાં એ લિપિમાં પ્રાદેશિક રૂપાંતર થતાં ગયાં. ક્ષત્રપકાલીન