________________
૧૩ મું]
લિપિ
[૨૬૧
બ્રાહ્મી લિપિના વિકાસમાં રવાભાવિક રૂપાંતરની પ્રક્રિયા ઉપરાંત કેટલીક સ્વાભાવિક બાહ્ય અસરો પણ વરતાય છે. '
ક્ષત્રપવંશનાં રાજલે પૈકી લહરાત કુલના રાજાઓના શિલાલેખ ગુજરાતમાં મળ્યા નથી, પરંતુ એમના સિક્કાઓ અહીંથી મળ્યા છે. આ ક્ષહરાત ક્ષત્રપોના જે શિલાલેખ મળ્યા છે તે મહારાષ્ટ્રમાં આવેલી ગુફાઓમાં કોતરેલા હોવાથી એની લિપિ પશ્ચિમ દખણની પ્રાદેશિક અસર ધરાવતી હેવા સંભવે છે. આ લેઓ ઉપર સાતવાહન વંશના આરંભિક સમયના અભિલેખોની લિપિની સ્પષ્ટ અસર જોવા મળે છે, તો વળી રણ જેવા કેટલાક અક્ષરોમાં મથુરાના શક ક્ષત્રપના લેખની લિપિની અસર પણ ભળી જણાય છે. આ સમયે શકો અને યવનોનો પશ્ચિમ દખણમાં સંપર્ક જતાં ઉત્તર ભારતની કેટલીક અસર દાખલ થઈ હેવાનું તદ્દન રવાભાવિક છે. ૨૫
કાર્દમક કુલના ક્ષત્રપ રાજાઓ ઉજજેનથી રાજ્ય કરતા હોઈ એમના અભિલેખોમાં પૂર્વ માળવાની લિપિની અસર રહેલી છે, પરંતુ સમય જતાં આ લિપિ પર પશ્ચિમ દખણની લિપિની અસર આવતી ગઈ આ અસર સમકાલીન સાતવાહન સાથેના સારા-નરસા સંપર્કને લઈને આવી મનાય છે, પરંતુ એ અગાઉ ક્ષહરાત ક્ષત્રના સમયની લિપિની અસર પણ આવી હશે, જે લિપિમાં પણ પશ્ચિમ દખણની સપષ્ટ અસર રહેલી હતી.
આ રીતે ક્ષેત્રપાલ દરમ્યાન ગુજરાતમાં એક નવો લિપિ-પ્રકાર ઘડાયે. આ લિપિ-પ્રકારમાં ઉત્તર અને દક્ષિણી શૈલીની અસરનાં ચિહ્ન નીચે પ્રમાણે વરતાય છે : ૩, ૩, , ગ અને ર ના નીચલા છેડાઓને ડાબી બાજુએ વાળવા, વ તેમજ માં ડાબી બાજુની ઊભી રેખામાં અને કો તેમજ ન માં ઉપલી આડી રેખામાં ખાંચા પાડવા, ૪ ની ઊભી રેખાને ડાબી બાજુએ વાળવી, વગેરે દક્ષિણી શૈલીનાં લક્ષણો વ્યક્ત કરે છે જ્યારે રણે ના નીચેના છેડે ત્રિકોણાકાર બન, ૫ ની ડાબી બાજુને અંદરની તરફ વાળવી, સંયુક્તાક્ષરોમાં ચ ને દૂકાકાર મરોડ૨૭ ઐચ્છિકપણે પ્રજો , વગેરે ઉત્તરી રોલીની અસરનાં દ્યોતક છે.
આ પરથી ગુજરાતની આ લિપિમાં ઉત્તરી શૈલીની સરખામણીએ દક્ષિણી શૈલીની વિશેષ અસર રહેલી જણાય છે. આ અસર ક્ષત્રપ કાલના ઉત્તર ભાગમાં સવિશેષ પ્રમાણમાં દેખા દે છે જેમકે અને ન જેવા અક્ષરોમાં નીચેને વૃત્તાકાર થવા લાગે છે, ચ, , ર વગેરેના નીચલા છેડા ડાબી બાજુએ વધુ ગળ વળીને સહેજ ઉપર ચડતા બન્યા છે.