________________
૨૫૨]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
એમણે જણાવેલા માત્ર દક્ષિણી લેખમાં જ જોવા મળે છે એવું નથી, એવા મરડ તે એમણે ગણાવેલા ઉત્તરી શૈલીના લેખોમાં પણ જોવા મળે છે. વળી જ્યાં સુધી એક જ પ્રદેશમાં આવેલા અભિલેખોમાં મૂળભૂત વિવિધતાઓનું અસ્તિત્વ હોય ત્યાંસુધી લેખનનાં પ્રાદેશિક સ્વરૂપ તારવી શકાય નહિ; દા. ત. ગિરનારને દક્ષિણી શૈલીનો ઘાતક ગણવામાં આવે તો એની દક્ષિણે આવેલા સોપારાના લેખને પણ દક્ષિણ શૈલીનો ગણવે જોઈએ, પરંતુ તેઓની વચ્ચે સમાનતા કરતાં મૂળભૂત તફાવત જોવા મળે છે (જેમકે 3 ના ભરેડ). વળી અક્ષરના મરોડોનું વૈવિધ્ય જુદા જુદા લેખોમાં અલગ અલગ છે. એવું નથી, કેટલીક વાર તો એકના એક અભિલેખમાં પણ અક્ષરનું મરોડ-વૈવિધ્ય દેખા દે છે. આ મરડ-વૈવિધ્યને પ્રાદેશિક ધરણે તારવી શકાતું નથી, છતાં આ મરેડ– વૈવિધ્ય આવ્યું છે એ હકીકત છે. એને માટે ઉપાસક દેશભેદને બદલે પદાર્થભેદને કારણભૂત લેખે છે. અશેકના અભિલેખોની આંતરિક તુલના કરતાં તેઓ જણાવે છે કે શૈલલેખો અને સ્તંભલેખોનાં અભિલેખનો વચ્ચે ફરક નજરે પડે છે અને શૈલલેખોની સરખામણીએ સ્તંભલેખોનું અભિલેખન વધારે સચોટ અને કલાત્મક છે, વળી સ્તંભલેખ કરતાં શૈલેખોમાં સીધા મરોડ અધિક પ્રમાણમાં પ્રયોજાયા છે, આ ઉપરથી કહી શકાય કે સ્તંભલેખ કુશળ શિલ્પીઓને હાથે કોતરાયા છે, જયારે શૈલલેખ સામાન્ય કક્ષાના સ્થાનિક કારીગરોને હાથે કોતરાયા છે. આ ઉપરાંત કાંતો છેતરનારની વ્યક્તિગત કલાત્મક લાક્ષણિકતાઓને લઈને અગર તો છેતરનારના હાથમાં આવેલા મુસદ્દાની પ્રાંતિક કારકુને કરેલી નકલને લઈને પણ આ વૈવિધ્ય આવ્યું હોય.
ઉપાસકની જેમ દાનીએ પણ અશોકના અભિલેખોમાં કઈ પ્રાદેશિક ભેદ ન હોવાનું પ્રતિપાદન કર્યું છે. દાનીએ એક પટ્ટમાં ઉત્તર અને દક્ષિણી શૈલીને ગણાવાતા લેખોના મરેડ સાથે સાથે ગોઠવીને બનાવી આપ્યું છે કે ઉત્તર અને દક્ષિણી શૈલીઓને અગલ કરે તેવો કઈ આધાર ભાગ્યેજ સાંપડે છે. આ આખોય પ્રશ્ન ખરેખર અભિલેખવિદ્યાને છે એમ જણાવીને તેઓ સ્પષ્ટ કરે છે કે ૧૧ સ્તંભલેખો અને શૈલલેખો કોતરવાની બાબતમાં રતંભલેખ વધારે સારી રીતે કોતરાયા છે એ સાચું, પરંતુ શૈલલેખને સ્તંભલેખોથી અલગ પાડી શકાય નહિ, કારણ કે તેઓના લેખનની પ્રક્રિયામાં મૂળગત રીતે કોઈ ભેદ છે જ નહિ. ઉત્તર અને દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, એવાં પ્રાદેશિક વગીકરણ પણ પાડી શકાતાં નથી. કારણ? જુદા જુદા પ્રદેશમાં એક જ પ્રકારની લેખન-પદ્ધતિ પ્રજાતી નજરે પડે છે. એટલું ખરું કે જુદા જુદા લેખે પોતાની આગવી