________________
૧૩ મું]
લિપિ
લેખનશૈલીઓ ધરાવે છે. બ્રાહ્મી લિપિમાં એકના એક અક્ષરનાં બે કે ત્રણ પ્રકારનાં રવરૂપ જોવા મળે છે તે લેખનશૈલી કે ટાંકવાની તૈલીને આધારે ઘડાયાં હોવાનું જણાય છે, પરંતુ એમાંની કોઈ પણ શૈલીને કઈ ચોક્કસ પ્રદેશ સાથે સાંકળી શકાતી નથી.
ઉપરનાં સર્વ ભિન્ન ભિન્ન મંતવ્ય ધ્યાનમાં લેતાં એટલું તો સ્પષ્ટ થાય છે કે અશોકના અભિલેખોમાં રહેલું મરોડોનું વૈવિધ્ય કઈ પ્રાદેશિક ભેદ સૂચવતું નથી. એવી જ રીતે એ વૈવિધ્ય પદાર્થભેદને કારણે પણ હેવાનું જણાતું નથી. અહીં એ નોંધવું જરૂરી છે કે શૈલલેખે અને સ્તંભલેખોના અક્ષર-મરડ વચ્ચે ફરક રહેલો હોવાનું જણાવીને ઉપાસક એ અંગે કુશળ શિલ્પીઓ અને સ્થાનિક કારીગરોની કલ્પના કરે છે એ બરાબર નથી, કેમકે, દાની જણાવે છે તેમ, શૈલેનો અને સ્તંભલેખોના અક્ષરો વચ્ચે કેઈ વિશિષ્ટ મરોડ-ભેદ રહેલે નથી. એમાં જે ફરક રહે છે તે શૈલ અને સ્તંભની સપાટીના ઓછાવત્તા સપાટપણાને લીધે અભિલેખનમાં આવતી આછીવત્તી સરળતા અને સફાઈને લઈને છે. જેમ પ્રદેશભેદ કે પદાર્થભેદને કારણે આ મરોડ-વૈવિધ્ય હોવાનું જણાતું નથી તેમ લહિયા કે સલાટના અંગત ભરેડને કારણે એ ભેદ હોવાની ઓઝા અને ન્યૂલરે કરેલી કલ્પના પણ યથાર્થ જણાતી નથી, તેમજ દાની કહે છે તેવી લેખનશૈલી કે ટાંકવાની શૈલીને કારણે હોવાનું પણ પુરવાર થતું નથી. કારણ? ઉપાસક નોંધે છે તેમ એકના એક લેખમાં અનેક મરડ દેખા દે છે, એટલું જ નહિ, ક્યારેક તો એકની એક પંક્તિમાં પણ એક અક્ષરના વિવિધ મોડ પ્રયોજાતા નજરે પડે છે. વળી આવા ભરેડ કઈ ખાસ લેખમાં જ નજરે પડે છે એવું નથી, બધા જ લેખમાં આ પ્રવૃત્તિ જોવા મળે છે, એટલે લેખનશૈલી, ટાંકણશૈલી, લહિયાના અંગત મરેડ કે સલાટની અંગત લઢણ આ વૈવિધ્ય માટે જવાબદાર જણાતાં નથી.
વધુ સંભવિત તો એ છે કે બ્રાહ્મી લિપિના કેટલાક અક્ષર (દા. ત. ગિરનારમાં ૩૫, ૩, ૨ વગેરે)માં સમય જતાં થોડોક મરડભેદ પ્રચલિત થયો હતો અને અશોકના સમયમાં લહિયાઓ પિતાનાં લખણમાં (ઘણું કરીને પોતાની રુચિ પ્રમાણે) જૂના તથા નવા મોડે પ્રજતા હતા. આ ઉપરાંત, જ્યારે એ લખાણ શિલા પર કોતરવામાં આવતું ત્યારે કરવાની પ્રક્રિયા દરમ્યાન કેટલાક અક્ષરોમાં જાણેઅજાણે કેટલાક વધુ વિલક્ષણ મરોડ પણ ઊભા થતા. આમ આ બે કારણોને લઈને આ સમયમાં કેટલાક અક્ષરના બબ્બે ત્રણ-ત્રણ કે એનાથી વધુ ભરેડ જોવા મળે છે.