________________
૧૩ મું]
લિપિ
[૨૫૧
એવી એમની ભાષામાં ફેરફાર કરાતો, તો પછી એ જ કારણસર લેકને જાણીતી લિપિમાં લખવા માટે લિપિમાં પણ ફેરફાર કરવો પડે. જે ભાષાની જેમ લિપિમાં પણ ત્યારે પ્રાદેશિક ભેદ પ્રવર્તતા હોય અને અભિલેખ માટેની આખરી પ્રત તૈયાર કરી આપનાર લહિયો પ્રાદેશિક બોલી-ભેદને પૂરે માહિતગાર હોય, તે એ પ્રતના લખાણમાં સ્થાનિક લિપિના મરેડ આવ્યા વિના રહે નહિ, પરંતુ અશોકના અભિલેખોમાં બેલીના સ્પષ્ટ ભેદ હોવા છતાં, એવા લિપિ–ભેદ દેખા દેતા નથી એ હકીકત છે, આથી એનું ખરું કારણ એ જણાય છે કે એ સમયની પ્રચલિત બ્રાહ્મી લિપિની ઉત્પત્તિને ઘણે ઓછો સમય થયો હશે અને તેથી એમાં એવા પ્રાદેશિક મરોડ ઘડાયા નહિ હોય. ન્યૂલર પણ બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ અશોકના સમય પહેલાં થોડા સૈકાઓ ઉપર જ થઈ હોવાનું માને છે કે
(૨) અશોકના ગિરનારાદિ અભિલેખમાં અક્ષરના મરોડનું જે થોડું વિવિધ્ય જોવા મળે છે તે કોઈ પ્રાદેશિક વિશિષ્ટતાઓનું સૂચક છે કે કેમ એ બાબતમાં મુખ્ય બે મત પ્રવર્તે છે : એક મત ખૂલર, ઓઝા અને પાંડેયને છે, જેઓ આ મરડ-વૈવિધ્યને આકસ્મિક કે ઉપલક નહિ માનતાં પ્રાદેશિકતાનું સુચક માને છે. જ્યારે બીજા મતના પુરસ્કર્તાઓ – ઉપાસક અને દાની – આ મરોડ-વવિધ્યને ઉપલક અને આકસ્મિક માને છે; એમને મતે એમાં કોઈ તાત્ત્વિક વૈવિધ્ય જણાતું નથી.
બૂલરે અશોકના અભિલેખોમાં પ્રાપ્ત મરોડ-વૈવિય કયા કયા લેખમાં સમાનપણે જોવા મળે છે એ શેધી, એમને ઉત્તર અને દક્ષિણી શૈલીના એવા બે મુખ્ય વિભાગમાં વર્ગીકૃત કરેલ છે.ગિરનાર, સિદાપુર, ધૌલી અને જૌગડના અભિલેખોમાં ૩, ૩, , , ૫, ૬, ૧ અને ર સાથેના બધા સંયુક્તાક્ષરો તેમજ અંતર્ગત હું લગભગ સમાન સ્વરૂપે પ્રજાયા છે, એટલું જ નહિ, તેઓના મરોડ ઉત્તરના લેખોથી જુદા પડતા હોઈએ દક્ષિણી શૈલીના દ્યોતક છે, બાકીના અભિલેખ ઉત્તરી શૈલીના દ્યોતક છે.
ઓઝાએ આ વૈવિધ્ય માટે અમુક અંશે દેશભેદને કારણભૂત ગણે છે, તો એની સાથે કેટલેક અંશે લેખકની રૂચિ તથા વરાને પણ કારણભૂત ઠેરવ્યાં છે. પાંડેયે આ મરડવૈવિય પ્રાદેશિક હોવાનું જણાવ્યું છે, પરંતુ એ અંગેનાં કઈ કારણ કે ઉદાહરણ આપ્યાં નથી.
ઉપાસકે ૧૦ બૂલરાદિના દેશભેદ અંગેના મતનું ખંડન કરતાં જણાવ્યું છે કે ન્યૂલર જણાવે છે તેવાં દક્ષિણ શૈલીને અલગ પાડતાં મરેડ-વૈવિધ્ય તે.