________________
પ્રકરણ ૧૩
લિપિ
ગુજરાતમાં મોથી ગુપ્ત સુધીના લગભગ આઠસો વર્ષના ગાળા દરમ્યાન ત્રણ લિપિઓમાં લખાણ ઉપલબ્ધ થાય છે. બ્રાહ્મી, ખરેષ્ઠી અને ગ્રીક-રમન. આમાંની બ્રાહ્મી લિપિનાં લખાણ મૌર્ય સમ્રાટ અશોકના સમયથી મળે છે, જ્યારે ખરડી અને ગ્રીક-રોમન લિપિઓ ઈ. પૂ. બીજી સદીથી ઈ.સ.ની બીજી સદી દરમ્યાન પ્રજાતી નજરે પડે છે. ઈ. સ. ની ત્રીજી સદીથી આ બંને લિપિઓ ભારતના ઇતર પ્રદેશની માફક અહીં પણ લુપ્ત થાય છે અને તેઓનું સ્થાન પણ બ્રાહ્મી લે છે. આ બ્રાહ્મીને ઉત્તરોતર વિકાસ થતાં એમાંથી આ પ્રદેશમાં એનાં વિવિધ સ્વરૂપ વિકસ્યાં.
૧. બ્રાહ્મી લિપિ
બ્રાહ્મી લિપિનાં કેટલાંક મહત્ત્વનાં લક્ષણ નીચે પ્રમાણે છે : (1) અક્ષરો તથા એની પંક્તિઓ ડાબેથી જમણે લખાય છે. (૨) એને પ્રત્યેક અક્ષર વન્યાત્મક સંકેત છે. અર્થાત જેવું બોલાય છે
તેવું લખાય છે અને જેવું લખાય છે તેવું વંચાય છે. (૩) એમાં સ્વર અને બંનેનાં કુલ ૬૩ કે ૪ ચિહ્ન છે. ૧ (૪) અનુસ્વાર, વિસર્ગ વગેરે માટે અલગ અલગ ચિહન છે.
સંસ્કૃત શબ્દશાસ્ત્રમાં રવરે અને વ્યંજનોના જવનિવર્ણ ઉચ્ચારણનાં
સ્થાને અનુસાર વૈજ્ઞાનિક ક્રમે ગોઠવાયા છે; લિપિના સંજ્ઞાવર્ણ સમય જતાં ભાષાના એ વનિવર્ણોને કમ અનુસાર ગોઠવાયા છે.
२४७