________________
૨૪૮
(૬) બજનોની સાથે સ્વરને સંયોગ અન્તર્ગત સ્વરચિહને (medial
vowel-signs) દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. (૭) બધાં જ વ્યંજન-ચિહનોમાં “અ” અધ્યાહત રહેલ ગણાય છે.
મૌર્યકાલીન બ્રાહ્મી
ગુજરાતમાં મૌર્યોથી ગુપ્ત સુધીના સમય દરમ્યાન બ્રાહ્મી લિપિની ત્રણ અવસ્થા નજરે પડે છે : પહેલી મોર્યકાલીન અવસ્થા, જે લગભગ સમગ્ર ભારતમાં એ વખતે લગભગ એકસરખી હતી; બીજી ક્ષેત્રપાલીન અવસ્થા (ઈ.સ. ૧ થી ૩૦૦), જેમાં પ્રાદેશિક રૂપાંતર થયેલાં જોવા મળે છે અને ત્રીજી ઉત્તરક્ષત્રપાલીન અને ગુપ્તકાલીન અવસ્થા (ઈ.સ. ૩૦૦ થી ઈ.સ. ૪૭૦ ), જેમાં રૂપાંતર વધુ પ્રાદેશિકપણે થયેલાં જોવા મળે છે. આમાંની ત્રીજી અવસ્થાને વિકાસ સમય જતાં મૈત્રકકાલમાં વ્યાપકપણે થયેલો વરતાય છે. બ્રાહ્મી લિપિનું મૌર્યકાલીન સ્વરૂપ અને એને ઉત્તરકાલમાં થયેલ વિકાસ પકે ૧ માં દર્શાવવામાં આવ્યા છે, જેમાં પાંચ ખાનાઓમાં અનુક્રમે મૌર્યકાલીન, ક્ષત્રપકાલીન (ઈ.સ. ૧ થી ૩૦૦), ઉત્તરક્ષત્રપકાલીન (ઈ.સ. ૩૦૦ થી ઈ.સ. ૪૦૦), ગુપ્ત રાજાઓના અભિલેખમાં અને શૈકૂટક રાજા(દહસેન)ને અભિલેખોમાં પ્રયોજાયેલા વર્ષોના મરોડ ગોઠવ્યા છે. | ગુજરાતમાં બ્રાહ્મી લિપિના સૌથી પ્રાચીન નમૂના મૌર્ય સમ્રાટ અશોકના ગિરનાર શૈલ–લેખોમાં પ્રાપ્ત થયા છે. આ ગિરનાર શૈલ–લેખો ઉપરાંત ઉત્તર મૌર્યકાલનો એક મૃત્પાત્ર લેખ સોમનાથમાંથી મળી આવ્યો છે, જેને સમ્ય ઈ. પૂ. ૨૦૦ ની આસપાસનો છે. બ્રાહ્મીની મોર્યકાલીન અવસ્થા જાણવા માટે આ બે સાધન સહાયભૂત થાય છે.
મૌર્યકાલ દરમ્યાન બ્રાહ્મીના ૩૬ વર્ણ પ્રયોજાયેલા મળે છે, જેમાં ૬ સ્વર (૩૪, ૩, ૬, ૩, ૬, શો), ૧ અગવાહ (અનુસ્વાર), ૨૩ સ્પર્શ વર્ષે (૨, ૩, ૪, ઘ, ચ, છ, , , , , , , , , , , ધ, ન, ૫, ૬, , મ, મ), ૪ અંતઃસ્થ (૧, ૨, ૩, વ) અને ૨ ઉષ્મા(સ, હ)ને સમાવેશ થાય છે. જોકે મૌર્યકાળ દરમ્યાન ૪૬-૪૭ વર્ણો સંસ્કૃત-પ્રાકૃત વર્ણમાલામાં પ્રચારમાં હતા, પરંતુ અહીં લેખની ભાષા માત્ર પ્રાકૃત હોવાથી તેમજ વણેને પ્રયોગ પ્રાસંગિક હાઈ ૩૬ વર્ણ જોવા મળે છે.