________________
૧૭ મું].
પશ્ચિમી ક્ષત્રપે
(૧૭૫
તૈયાર કરવામાં સુગમતા સાંપડી છે. પિતાનું નામ આપવાની આ પ્રણાલિકા એમણે ક્યાંથી અપનાવી હશે એ વિશે પણ સંદિગ્ધતા રહે છે. એશિયાના કોઈ પ્રાચીન દેશના કે રાજ્યના સિકકા ઉપર આ પ્રથા જોવા મળતી નથી, આથી એવી અટકળ કરી શકાય કે ક્ષત્રપોએ અપનાવેલી આ પ્રથા પ્રાયઃ એમની મૌલિકતા સૂચવે છે.૩૫
પૃષ્ઠભાગ ઉપરનું લખાણ તત્કાલીન ભારતની પ્રચલિત લિપિઓ અને ભાષાએમાં લખાતું હતું. ભૂમક, નહપાન અને રાષ્ટ્રનના સિક્કાઓ પર ખરેણી (આકૃતિ ૪) અને બ્રાહ્મી એ બને લિપિમાં લખાણ છે, જ્યારે જ્યદામાથી શરૂ કરી અંત સુધીના સઘળા રાજાઓના સિકકાઓ ઉપર માત્ર બ્રાહ્મી લિપિમાં જ લખાણ કેરેલું છે. ખરોકીમાંનું લખાણ પ્રાકૃતમાં છે, તો બ્રાહ્મીમાંનું પ્રાકૃત-સંસ્કૃત મિશ્ર ભાષામાં (આકૃતિ ૫). શુદ્ધ સંસ્કૃત લખાણ કેવળ દામજદશ્રી ૧ લા અને સત્યદામાના સિક્કા ઉપર કોતરેલું છે. આશ્ચર્યની હકીકત તે એ છે કે રુદ્રદામા ૧ લાને જૂનાગઢનો શૈલેખ શુદ્ધ સંસ્કૃત ગદ્યને ઉત્તમ આદ્ય નમૂનો છે તોય એના સિક્કાઓ પરનું લખાણ પ્રાકૃત-મિશ્રિત સંસ્કૃતમાં છે.
આ લખાણની બીજી પણ સેંધપાત્ર વિશેષતા છે. કેટલાક સિક્કાઓ પર પિતાનું નામ પછી વિભકિતમાં ( દા. ત. નામ પુત્ર) પ્રજાયેલું જોવા મળે છે, તે કેટલાક ઉપર રામપુત્ર એવો સમાસ પણ જોવા મળે છે. સામાન્ય રીતે રાજા પોતાના પુરોગામનું નહિ, પણ પિતાનું નામ આપે છે, એ હકીકત ચાઇન, રુદ્રસિંહ ૨ જા અને સ્વામી સકસેન ૩ જાના સિક્કા ઉપરથી સ્પષ્ટ થાય છે. અપવાદ રૂપે સ્વામી સિંહસેન પિતાને સુદ્રસેન ૩ જાની બહેનના પુત્ર તરીકે ઓળખાવે છે. ભારતીય નામ અપનાવનાર ક્ષત્રપ-રાજાઓના નામની પૂર્વે શ્રી જે માનસૂચક પૂર્વગ જોવા મળતો નથી. અપવાદ રૂપે દામજદશ્રીમાં અંત્યગ તરીકે પ્રયોજાયો છે. અહીં એને પ્રયોગ વિદેશી નામને ભારતીય બનાવવા માટે થયેલ હોવાનું કહી શકાય.૩૭
પછી વિભક્તિનો પ્રયોગ એમના સિકકા લેખોમાં વારંવાર થયેલ છે. લગભગ પ્રત્યેક સિક્કા ઉપર પછી વિભક્તિને સ (ક્યારેક ચ ) પ્રત્યય બે વાર પ્રયોજાયેલ જોવા મળે છે : એક વાર પિતાના નામ સાથે, બીજી વાર રાજાના પિતાના નામ સાથે. પિતાના નામને લાગેલે ૧ પ્રત્યય પુત્રના સંબંધમાં સાથે પ્રજા લાગે છે, પણ સિકકા પડાવનાર રાજાના નામને લાગેલો પછીને પ્રત્યય શું સૂચવે છે ? અહીં એને સંબંધ “ના વર્ષ.....માં” એમ વર્ષ સાથે છે કે