________________
-૧૭૪] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. નહિ, પણ ક્ષત્રપો પછી જેમના ચાંદીના સિક્કાઓમાં ક્ષત્રપ સિકકાનું અનુકરણ થયું છે તેવા ગુપ્ત રાજવીઓના સુવર્ણના સિક્કાઓ (એમને ક્ષત્રપોના સમયનિર્દેશવાળા સિક્કાઓને પરિચય હોવા છતાંય) વર્ષ વિનાના છે, એટલે ક્ષત્રપ સિક્કા પરના વર્ષનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે.
ક્ષત્રપ-સિકકાઓમાં વર્ષ આપવાની પ્રથા પહેલીવહેલી રદ્રસિંહ ૧ લાના સિકકા ઉપર જોવા મળે છે, ૩૨ કેમકે એની અગાઉના રાજાઓના સિક્કાઓ વર્ષ વિનાના છે તેમજ એમના સિક્કાઓમાં ગ્રીક-રોમન લખાણના આરંભ અને અંતની વચ્ચેના ભાગમાં વર્ષ માટે ખાલી જગ્યા પણ દેખાતી નથી, આથી જેમ નહપાને મુખાકૃતિ આપવાની પ્રથા આરંભી, જેમ ચાષ્ટને પર્વતાદિ ચિહ્નો આપવાની તેમજ હોદ્દા સાથે પિતાનું નામ આપવાની શરૂઆત કરી અને જેમ જયદામાએ માત્ર બ્રાહ્મીમાં જ લખાણ કોતરવાનો પ્રારંભ કર્યો, તેમ રુદ્રસિંહે વર્ષ આપવાની પ્રથા શરૂ કરી જણાય છે
બાહલિકના અને ભારતના ગ્રીક રાજાઓના સિક્કા ઉપર વર્ષ સુચવતા આંકડા જોવા મળતા નથી. ભારતમાં પ્રાચીન સિકકાઓ પણ વર્ષ વિનાના જ મળ્યા છે, એટલું જ નહિ, એકાદ અપવાદ ( ગુપ્તોના ચાંદીના સિક્કાઓ) સિવાય એક મુસ્લિમ અમલ સુધી આ પ્રથા ભારતના કે ભારતમાંના કેઈ વિદેશી રાજવંશે કે રાજાએ અપનાવી હોવાનું જણાતું નથી, તે પછી ક્ષત્રપાએ વર્ષ - આપવાની પ્રથાનું અનુકરણ ક્યાંથી કર્યું ?
પાથિયામાં ફાવત ૪ થા ( ઈ.સ. પૂ. ૩૭થી ) પછી સીલ્પનિક સંવતમાં વર્ષ આપવાની પ્રથા સિક્કાઓ ઉપર શરૂ થયેલી જોવા મળે છે.૩૩ રોમમાં પહેલી-બીજી સદીમાં ચાંદીના સિકકાઓના પૃષ્ઠભાગ ઉપર ગ્રીક આંકડાઓમાં અને રાજ્યકાલનાં - વર્ષોમાં વર્ષ આપેલું હોય તેવા સિકકા જોવા મળે છે.૩૪ ઉભયમાંથી ક્ષત્રાએ કેનું અનુકરણ કર્યું હશે એ સ્પષ્ટતઃ કહેવું મુશ્કેલ છે.
પરંતુ ઈરાનમાંના શક અને પહલવ રાજાઓના સંબંધે જોતાં અને ઈરાનમાંથી શકોને પહલના દબાણથી ભારત આવવું પડેલું એ ઐતિહાસિક વિગત ધ્યાનમાં લેતાં સંભવતઃ એવું અનુમાન કરી શકાય કે ક્ષત્રપોએ વર્ષ આપવાની પ્રથા પહલ પાસેથી સ્વીકારી હોય. સિક્કા પરનું લખાણ
રાજાને પોતાના નામની સાથે પિતાનું નામ આપવાની પ્રથા ક્ષત્રપ-સિક્કાએની બીજી મહત્ત્વની વિશેષતા છે. આ પ્રથાથી ક્ષત્રપ-રાજાઓની સળંગ વંશાવળી