________________
૧૭૬]
મૌર્યકાલથી ગુપતકાલ “.....ને સિક્કો ” એ અર્થમાં છે એ વિચારવું રહ્યું. વર્ષ સાથે એને સંબંધ ન હોય એમ લાગે છે, કેમકે શરૂઆતના રાજાઓના સિક્કા ઉપર વર્ષસૂચક સંખ્યા આપવાની પ્રણાલિકા જોવા મળતી નથી. સંભવતઃ અહીં એને
......ને સિક્કો ” એમ સ્વામિત્વ (માલિકી ) સૂચવત અર્થ વધારે ઉચિત લાગે છે. સંસ્કૃતમાં સામાન્યત: સ્વામિ વસૂચક નામ હમેશાં પછીમાં જ આપવામાં આવતું.૩૮
અગ્રભાગ ઉપર ગ્રીક અથવા ગ્રીક-રોમન લિપિમાં લખાણ કોતરેલું જણાય છે. શરૂઆતના ત્રણેક રાજાઓના સિક્કા પરનું લખાણ કંઈક અર્થવાળું જણાય છે, પણ રુદ્રદામા ૧ લાના શાસનકાળથી સિક્કાઓ પર લખાણ તે ચાલુ રહે છે, પરંતુ એ અર્થહીન અને માત્ર શોભા પૂરતું જ રહેલું જણાય છે.
ગ્રીક લખાણને ઉકેલવાના સૌ પ્રથમ પ્રયત્ન જસ્ટીસ ન્યૂટને અને પંડિત ભગવાનલાલે કરેલા, પણ એમને સફળતા સાંપડેલી નહિ.૩૯ એ પછી રેસને લખાણને ઉકેલવાનો પ્રયત્ન કરતાં થોડી સફળતા મેળવી. એમણે નહપાનના સિકકા ઉપરને પ્રથમ ગ્રીક શબ્દ ઉકેલ્યો અને એ શબ્દ જાણો હોવાનું અને ગ્રીક ભાષાને Basilios નહિ હોવાનું સૂચવી એ પ્રાકૃતનું ભાષાંતર નહિ, પણ લિવ્યંતર છે, એમ પ્રતિપાદિત કર્યું. રેસને એ પણ સ્પષ્ટ કર્યું કે આ લખાણ શુદ્ધ ગ્રીકમાં માત્ર નહપાન અને ચાષ્ટનના સિકકાઓ ઉપર છે, એ પછી તે ગ્રીક-રોમન લખાણ જોવા મળે છે. ત્યાર પછી સારી સફળતા સાંપડી એચ. આર. ટને જેગલથંબીમાંથી પ્રાપ્ત નહપાનના અસંખ્ય સિક્કાઓને લીધે. ગ્રીક લખાણ એ પ્રાકૃતનું લિયંતર છે એવા રેસનના મંતવ્યને ટની સફળતાથી અનુમોદન મળ્યું. એમણે વચલે શબ્દ છેરતા છે એમ ઉકેલી બતાવ્યું. સ્કટના વાચન મુજબ લેખનું સામાન્ય સ્વરૂપ આમ છે :૪૧
PANNIS
ΙΑΗΑΡΑΤΑΣ
छहरतस
ΝΑΗΑΠΑΝΑΣ
नहपनस
राज्ञो
આલેખનશૈલી
જે જમાનામાં સિક્કાશાસ્ત્રનું અલ્પ ખેડાણ થયું હતું ત્યારે સિકકાઓ ઉપર સુંદર રીતે ઉપસાવેલી અને મુખ ઉપરની પ્રત્યેક રેખાને સ્પષ્ટ રીતે વ્યક્ત કરતી રાજાની મુખાકૃતિનું આલેખન કળાની દષ્ટિએ સાચે જ આકર્ષક અને મનોહર છે. આ મુખાકૃતિ એકપાશ્વ ( profile ) ચિત્ર જેવી છે, છતાંય સુરેખ અને