________________
૭ મું]
પશ્ચિમી ક્ષત્ર
[૧૭૧.
સ્પષ્ટ લેખ જોવા મળે છે : રાજ્ઞો ત્રાસ સ્વામિનાર. એના કેટલાક સિક્કા ઉપર ઉજજન-પ્રતીક કેલું જણાય છે. એના સમયનિર્દેશ અને લેખ વિનાના સિક્કા ઉપર પર્વતાદિ ચિહ્નો ઉપરાંત સૌ પ્રથમ વાર જ નદીનું ૧૮ સૂચન કરતી વાંકીચૂકી રેખા પર્વતની નીચે અંક્તિ થયેલી છે. રુદ્રસેન ૩ જાના સિક્કા ઉપર ત્રિકૂટ પર્વત, એની નીચે નદી, સૂર્ય અને કિનારને સમાંતર ટપકાંની હાર છે.
ચાંદીના સિક્કા
મધ્યમાં ત્રિકૂટ પર્વતનું આકર્ષક પ્રતીક અંકિત છે. એના ઉપલા શિખરની: ટોચે એક ચંદ્રનું અને પર્વતની સમાંતર ડાબી બાજુએ બીજા ચંદ્રનું તેમજ જમણી બાજુએ સૂર્યનું ચિહ્ન છે. એની નીચે સર્પાકાર રેખા છે, જે નદી હવાને સંભવ વિશેષ છે. આ બધાં ચિહ્નોની વૃત્તાકારે સિક્કા પડાવનાર રાજાનું બિરુદ સાથેનું નામ તેમજ એના પિતાનું બિરુદ નામ બ્રાહ્મીમાં કરેલું છે (પટ્ટ ૩, આ. ૫). લખાણની ફરતે કિનારની સમાંતર ટપકાંની હાર છે (પટ્ટ ૧૫, આ. ૭૪).
ચાંદીના સિકકાના પૃષ્ઠભાગ ઉપરનાં ચિહ્નો ચાખનથી શરૂ થાય છે, જે તે પછીના બધા જ રાજાઓના સિક્કા ઉપર એકસરખી રીતે જોવા મળે છે. ચાષ્ટનના પુરોગામીઓમાંથી માત્ર નહપાનના જ ચાંદીના સિક્કા મળ્યા છે. એના આ. સિકકાઓ પર (ભૂમકના તાંબાના સિક્કાના અગ્રભાગ પરથી સૂચિત) ડાબે નીચલી, તરફ ફળવાળું તીર અને જમણે વજનું ચિહ્ન અંકિત છે; મધ્યમાં ચક્ર પણ છે; ખરકી (પટ્ટ ૩, આકૃતિ ૪) અને બ્રાહ્મી લિપિમાં લખાણ છે (પદ ૧૫, આ. ૭૩).
પર્વતના પ્રતીકને રેસને ચૈત્ય તરીકે ઓળખાવેલું છે. આંધ્ર રાજાઓના સિક્કા ઉપર સામાન્ય રીતે આ પ્રતીક જાયેલું હોઈ ક્ષત્રપાએ પણ એમનું અનુકરણ કર્યું હોવાને એમને મત૧૯ ઠીક ઠીક સમય સુધી પ્રચલિત રહ્યો પછી પહેલી જ વાર એલેકઝાંડર કનિંગહમે સૂચવ્યું કે આ ચિહ્ન મેરુ પર્વતનું છે. ° એ બાદ ભગવાનલાલ ઈદ્રજીએ ૨૧ અને એમને અનુસરી દે. રા. ભાંડારકરે પણ આ સૂચન સ્વીકાર્યું, પણ મેરુ પર્વતના પ્રતીક તરીકે નહિ, માત્ર સામાન્ય અર્થમાં પર્વતના પ્રતીક તરીકે. હવે તો એ પર્વતપ્રતીક તરીકે નિશ્ચિત થયું છે. | ભારતના પ્રાચીન કાપણ સિકકાઓ પર આ પ્રકારનું ચિહ્ન અંકિત છે જ અને ત્યાં આ ચિહ્ન ઉપર કૂતરો અને મોર ઊભેલા દેખાય છે. જે એ ચૈત્ય હોય તો પછી કૂતરે કે મેર એના પર ક્યાંથી સંભવે ? ૨૨ કૂતરા અને મોરને બૌદ્ધ ધર્મ સાથે કેઈ સંબંધ હોવાનું જાણમાં નથી. વિદેશના પ્રાચીન સમયના સિકકાઓ ૨૪