________________
૧૭૦]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
આમ ક્ષત્રપ પૂર્વેના આ ત્રણેય રાજવંશોના સિક્કાઓ તપાસતાં ક્ષત્રપ સિકાઓ ઉપર કોની કેટલી અસર હતી એ સ્પષ્ટતાથી કહેવું કઠિન છે.
રાજાની મુખાકૃતિને ફરતે સિક્કાની કિનારને સમાંતર શોભા આપતાં ટપકાંની હાર છે. હાર અને મુખાકૃતિની વચ્ચે વૃત્તાકારે ગ્રીક-રોમન લિપિમાં લખાણ છે. આ લખાણના આરંભ અને અંતની વચ્ચે બ્રાહ્મી આંકડામાં વર્ષચક સંખ્યા હોય છે, આરંભના થોડા રાજાઓના સિક્કા સિવાય. સ્વામી સિંહસેન અને સ્વામી રકસિંહ ૩ જાના સિક્કા ઉપર મિતિની પૂર્વે વર્ષે એવું બ્રાહ્મીમાં લખેલું સ્પષ્ટતઃ જોવા મળે છે. ૧૬ પટન અને સીસાના સિક્કા
પટનના સિક્કા ઉપર દક્ષિણાભિમુખ ઊભેલે વૃષભ અને વૃષભની ઉપર વર્ષ તેમજ ગ્રીક-રોમન લેખ હોય છે. આ પ્રકારના સિક્કાઓ જીવદામા, રુદ્રસિંહ ૧ લે અને વીરદામાને છે. રુદ્રસેન ૧ લો અને દામસેનના સિકકાઓ ઉપર દક્ષિણાભિમુખ ઊભેલા હાથી છે અને ડાબે જમણે સૂર્ય-ચંદ્રનાં ચિહ્નો અંકિત થયેલાં છે. સિક્કાની કિનારને સમાંતર ટપકાંની હાર છે.
સીસાના ચેરસ સિક્કા ઉપર દક્ષિણાભિમુખ વૃષભ અને કિનારને સમાંતર ટપકાંની હાર છે.
પૃષ્ઠભાગ
તાંબાના સિક્કા
ભૂમના કેટલાક સિકકા (પટ્ટ ૧૫, આકૃતિ ૭૧ ) ઉપર ડાબે દક્ષિણાભિમુખ સિંહની આકૃતિ છે અને જમણે ચક્રની આકૃતિવાળા સ્તંભશીર્ષનું ચિહ્ન અંકિત કરેલું છે. સંભવતઃ બ્રાહ્મી લેખ છે. એના કેટલાક સિકકા ઉપર આ જ ચિહ્નો ડાબે જમણેને બદલે જમણે ડાબે જોવા મળે છે. નહપાનના સિક્કા ઉપર વેદિકા અને વેદિકાની મધ્યમાં મોટા પાનવાળું વૃક્ષ છે. ચાષ્ટનના સિક્કાઓ પર પ્રથમ વાર જ ત્રિકૂટ પર્વતની આકૃતિ જોવા મળે છે. પર્વતની ઉપલી ટોચની ઉપર અને ડાબે ચંદ્રનું એકેક અને જમણે સૂર્યનું ચિહ્ન અંકિત કરેલું છે. બ્રાહ્મીમાં લેખ છે. જયદામાના કેટલાક ચોરસ સિક્કા ઉપર છ શિખરવાળા પર્વતનું ચિહ્ન છે. ૧૭ ઉપલા શિખરની ટોચે અને ડાબે એકેક ચંદ્રનું અને જમણે સૂર્યનું પ્રતીક છે. સિક્કાની કિનારને સમાંતર ટપકાંની હાર છે. અહીં પહેલી જ વાર શુદ્ધ બ્રાહ્મીમાં.