________________
૭ સુ]
પશ્ચિમો ક્ષત્રપે
[ ૧૯
સંભવ છે કે, રાજાની વાહન-સંપત્તિ કે દંડશક્તિ કે ઐશ્વય સૂચવતાં હોય. ગુજ એ ઇંદ્ર, લક્ષ્મી અને ખેરનુ વાહન પણ હાઈ શકે.
ચાંદીના સિક્કા
પ્રત્યેક રાજાના ચાંદીના સિક્કા મળતા હોઈ અહી વ્યક્તિગત ચર્ચાને સ્થાને એનાં સામાન્ય લક્ષણાની ચર્ચા કરી છે. સૌથી મહત્ત્વનું અને આકર્ષક ચિહ્ન છે રાજાની દક્ષિણાભિમુખ મુખાકૃતિ. સિક્કાના ઘણા ભાગ આ આકૃતિ રાકે છે. આ આકૃતિ સૌ પ્રથમ હપાનના સિક્કા ( પ૬ ૧૫, આકૃતિ ૭૩ ) ઉપર જોવા મળે છે, જે પ્રથા પછી છેક સુધી ચાલુ રહે છે (પટ્ટ ૧૫, આકૃતિ ૭૪ ).
७
ભારતના દેશી રાજાના સિક્કા ઉપર સિક્કા પડાવનાર રાજાની મુખાકૃતિ આપવાની પદ્ધતિ અપવાદ સિવાય ક્ષેત્રપકાલ પૂર્વે જોવા મળતી નથી. રૅપ્સન આ પ્રથાને સ્પષ્ટતઃ ગ્રીક અસરયુક્ત ગણાવે છે. સિક્કા ઉપર જીવિત રાજાનું સુખ આપવાની પ્રથા અપનાવનાર સૌ પ્રથમ ગ્રીક રાજા સિક ંદર હતા.૧૦ એણે જ્યારે ભારતના વાયવ્ય પ્રાંત ઉપર આક્રમણ કર્યું ત્યારે ભારતીય રાન્ન સભૂતિએ એને શિરસ્ત્રાણધારી મુખાકૃતિવાળા ચાંદીના સિક્કા ભેટ આપેલા.૧૧ ભારતમાં આવનાર સૌ પ્રથમ ગ્રીક રાજા સિક ંદર હતા તેા પછી એના આગમન સમયે સંભૂતિએ એને આપેલા સિક્કા ઉપર ગ્રીક સિક્કાની અસર કચાંથી સંભવે ? શ્રીકા પૂર્વે આ પ્રાંત ઉપર ઈરાની હકૂમત હતી અને ઈરાની સિગ્લાસ સિક્કા અહીં ભારતીય ઢબે તૈયાર થતા હતા, જેના અગ્રભાગ ઉપર રાજાની મુખાકૃતિ હતી.૧૨ આથી એવું અનુમાન કરી શકાય કે સંભૂતિના સિક્કા ઉપર ઈરાની સિગ્લાસ સિક્કાની અસર હોય. ક્ષત્રપે। શકેાના વંશો હતા અને ઈરાનથી આવેલા હોવાનુ મનાય છે તેથી એમના સિક્કા ઉપર આ પ્રથમ સ ંભવતઃ ઈરાનની અસર દર્શાવતા હોવાનું સૂચવાય.૧૩
ભારતીય-ગ્રીક રાજાઓના કેટલાક સિક્કાઓના અગ્રભાગ ઉપર રાજાની મુખાકૃતિ અને મેનેગ્રામ જોવા મળે છે. અપવાદ સિવાય એમના બધા જ સિક્કા ગાળ અને અદ્રમ્સ જેવા હતા તેમજ ઈરાની કે ભારતીય ઢબે તૈયાર થતા હતા. શક-પલવ રાજાઓના સિક્કા ઉપર ધોડેસવાર રાજાની આકૃતિ હાય છે. કુષાણુ વંશના પહેલા એ રાજાએના સિક્કાઓ ઉપર મુખાકૃતિ જોવા મળે છે,૧૫ જ્યારે કણિષ્ક અને એના અનુગામી રાજાએાના સિક્કા ઉપર રાજાની મુખાકૃતિને સ્થાને કાં તેા રાજાની પૂરા કદની ઊભી આકૃતિ કાં તે પલાંઠીયુક્ત આકૃતિ હોય છે.