________________
૧૬૮ ] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. પેટન અને સીસાના સિક્કા
રુદ્રસિંહ ૧ લે, જીવદામા, રુદ્રસેન ૧ લે, દામસેન અને વીરદામાના પિટન અને સીસાના સિક્કા મળ્યા છે. આમાં રુદ્રસિંહ ૧ લા અને જીવદામાના પટનના સિક્કાઓ ઉપર સમયનિર્દેશ તેમજ લખાણ બને છે, જયારે રુદ્રસેન ૧ લા અને દામસેનના સિક્કા સમયનિર્દેશવાળા છે, પણ લેખવાળા નથી, પરંતુ સમયનિર્દેશ ઉપરથી એ સિકકા આ રાજાઓના શાસનકાળમાં આવતા હોઈ એમના હોવાનું અનુમાન કરી શકાય. વીરદામાના સિક્કા પણ સમયનિર્દેશ અને લેખ-યુક્ત છે. આ ઉપરાંત લેખ અને મિતિ વિનાના કેટલાક સિકકા મળ્યા છે, જે આ રાજાઓના હોવાનું કલ્પાયું છે. યશોદામા ૨ , રુદ્રસેન ૩જો અને રુદ્રસિંહ ૩ જાના સમયનિર્દેશવાળા અને લખાણ વિનાના સીસાના સિક્કાઓ મળે છે, પરંતુ સમયનિર્દોરા ઉપરથી આ સિકકાઓ એમના હોવાનું સૂચવાયું છે."
અગ્રભાગ
તાંબાના સિક્કા
ભૂમકના સિકકા(પટ્ટ ૧૫, આકૃતિ ૭ર)ના અગ્રભાગ ઉપર ડાબી બાજુ ઉપલી તરફ ફળવાળા તીરનું અને જમણી બાજુએ વજનું ચિહ્ન છે; વચ્ચેના ભાગમાં ચક્ર છે અને કિનારની સમાંતરે ખરેષ્ઠી લિપિ અને પ્રાકૃત ભાષામાં બિરુદ સાથે કેવળ રાજાનું નામ કોતરેલું છે. નહપાનના તાંબાના સિકકાના અગ્રભાગ ઉપર ડાબી બાજુએ વજ અને જમણી બાજુએ નીચલી તરફ ફળવાળું તીર અને સંભવતઃ બ્રાહ્મી( કે ખરેકી)માં રાજાનું નામ છે. ચાષ્ટનના સિક્કા ઉપર દક્ષિણાભિમુખ ઊભેલો અશ્વ છે અને ઉપરના ભાગમાં ગ્રીક લિપિ અને ભાષામાં લેખ છે. જ્યદામાના સિકકા ઉપર દક્ષિણાભિમુખ વૃષભ (કે નંદી) અને પરશુયુકત ત્રિશળ છે તેમજ ગ્રીક લેખ અને ટપકાંની હાર છે; એના બીજા પ્રકારના સિક્કા ઉપર દક્ષિણાભિમુખ હાથી છે. રુદ્રસેન ૩ જાના સિક્કા ઉપર દક્ષિણાભિમુખ વૃષભ છે.
આમ તાંબાના સિક્કાના અગ્રભાગ ઉપર તીર, વજ, ચક્ર, પરશુયુક્ત ત્રિશુળ, વૃષભ, અશ્વ અને હાથીનાં પ્રતીક છે. પ્રથમ ત્રણ ચિહ્નોથી ખાસ કંઈ સૂચિત થતું નથી. ત્રિશૂળ અને વૃષભ શિવધર્મનું સૂચન કરે છે. ત્રિશળ સાથેના પરશુથી ભાગવત સંપ્રદાયનું પણ સૂચન મળે છે. અશ્વ અને ગજનાં પ્રતીકો,