________________
પરિશિષ્ટ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના સિક્કા
પશ્ચિમી ક્ષત્રપોના ચાંદીના ગાળ સંખ્યાબંધ સિકકાઓ એમને રાજકીય ઇતિહાસ જાણવા માટેનું એકમાત્ર મુખ્ય-મહત્ત્વનું સાધન છે, એટલે સ્વાભાવિક જ અહીં એની સઘળી બાજુઓ તપાસવી અને ચર્ચવી આવશ્યક છે. ઉપરાંત આ રાજાઓમાંથી કેટલાકના થોડા પ્રમાણમાં તાંબા, પિટન અને સીસાના સિકકા પણ પ્રાપ્ત થયા છે. આમ તે ભારતીય જનસમૂહ વેદકાળથી સિકકાઓના પરિચયમાં આવેલ હતો. ભારતીય-ગ્રીક રાજાઓના વજન, આકાર, પદ્ધતિ વગેરેની દષ્ટિએ ઊંચી ગુણવત્તાવાળા સિકકાઓ ક્ષત્રપ પૂર્વે પ્રચલિત હતા, જે મટે અંશે વિદેશી પદ્ધતિના હતા, જ્યારે ક્ષત્રપોના સિક્કાઓમાં દેશી અને વિદેશી ઉભય પદ્ધતિઓનું મિશ્રણ જોવા મળે છે, તેથી અને બીજી અનેક રીતે ભારતીય સિકકાઓના ઇતિહાસમાં પશ્ચિમી ક્ષત્રપોના સિક્કાઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તાંબાના સિક્કા
ભૂમક અને જયદામાના માત્ર તાંબાના જ સિક્કા પ્રાપ્ય છે. ભૂમકના સિક્કા ગળ છે, જયદામાના ચેરસ. ઉપરાંત અન્ય કેટલાક રાજાઓના ચાંદીના સિક્કાઓની સાથે સાથે તાંબાના પણ ડાક સિક્કા મળ્યા છે. નહપાનના ગોળ, ચાષ્ટનના ચેરસ અને રુદ્રસેન ૩ જાના ચેરસ કેટલાક ચોરસ સિક્કાઓ નામ અને સમયનિર્દેશ વિનાના મળ્યા છે, તેથી તેઓને ઓળખાવવા મુશ્કેલ છે, પરંતુ સિક્કા તૈયાર કરવાની પદ્ધતિ વગેરે પરથી એ સિક્કાઓ ક્ષત્રપના હોવાનું અનુમાનાયું છે. ચાંદીના સિક્કા
આ સિક્કાઓ સેંકડે અને હજારોની સંખ્યામાં ઉપલબ્ધ થયા છે. ભૂમક અને જયદામા સિવાય પ્રત્યેક રાજાના ચાંદીના સિકકા મળી આવ્યા છે.