________________
૧૭૨]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
કે ભારતમાંના ગ્રીક, શક, પહલવ અને કુષાણુ રાજાઓના સિક્કાઓ ઉપર પણ આ ચિહ્ન જોવા મળતું નથી. આથી એવું અનુમાન થઈ શકે કે આ ચિહ્નમાં કોઈ વિદેશી અસર જણાતી નથી.
ચંદ્રની આકૃતિ બીજના ચંદ્ર જેવી સંભવે છે. પર્વતના ઉપલા શિખરની જમણી બાજુએ અંકિત થયેલું ચિહ્ન રેસનના મતે તારાઓનું ઝૂમખું છેપણ પરંતુ આરંભના ત્રણેક રાજાઓના સિક્કા પરના પ્રતીકના નિરીક્ષણથી સ્પષ્ટ થાય છે કે એ ચિહ્ન સૂર્યનું જ છે. ભારતમાં પ્રાચીન સમયથી ચંદ્ર અને સૂર્ય શાશ્વતતા સૂચવતાં પ્રતીક તરીકે સવિશેષ પ્રયોજાતા આવ્યા છે, એટલે અહીં પણ ચંદ્રની સાથે સૂર્યનું સ્થાન સ્પષ્ટ થાય છે. વળી પર્વત અને નદી પણ એવી રીતે પ્રકૃતિનાં શાશ્વત તો તરીકે સૂચવાયાં છે.૨૬
ચાર્જનના કેટલાક સિક્કા ઉપર માત્ર ચંદ્ર અને સૂર્યનાં ચિહ્નો છે તો કેટલાક 'ઉપર સાથે પર્વતનું પ્રતીક પણ છે. પર્વત વિનાનાં ચંદ્ર-સૂર્યનાં ચિહ્નોનું આલેખન વિશિષ્ટ મહત્ત્વ દર્શાવે તેવી રીતે વ્યક્ત થયેલાં છે. ૨૭ કિદામા ૧ લાથી પર્વતનું મહત્ત્વ વધેલું અને ચંદ્ર-સૂર્યનું ઘટેલું જોવા મળે છે. બીજે પણ એક ફેરફાર નોંધપાત્ર છે : સૂર્યના પ્રતીકમાં વચ્ચેનું બિંબ નાનું થતું જાય છે અને કિરણોના આલેખમાં રેખાઓને સ્થાને માત્ર ટપકાં (ક્યારેક છે તો ક્યારેક સાત) જ જોવા મળે છે. બિંબ અને ટપકાંનું કદ લગભગ સરખું થતું જાય છે. ચંદ્રનું ચિહ્ન પણ નાનું થતું જાય છે.
ચાટ્ટન, ૨૮ રસિંહ ૧ લા, દામસેન અને દામજદશ્રી ૨ જાનાર કેટલાક સિક્કાઓમાં ચંદ્ર-સૂર્ય સ્થાનફેર પામેલા જોવા મળે છે, અર્થાત ડાબી બાજુ સૂર્ય અને જમણી બાજુ ચંદ્ર. આથી કોઈ વિશિષ્ટ મહત્ત્વ સૂચવાતું નથી, સિવાય કે સિકકા પાડનારની ભૂલનું એ પરિણામ હોય.
પટન અને સીસાના સિક્કા
પોટનના સિકકા ઉપર ત્રિકૂટ પર્વત, ટોચની ઉપર અને ડાબી બાજુ એ કેક ચંદ્ર અને જમણી બાજુ સૂર્યનાં પ્રતીકે ચાંદીના સિક્કાની જેમ આલેખાયેલાં છે. બ્રાહ્મીમાં માત્ર રાજાનું હોદ્દા સાથેનું નામ કોતરેલું છે. આવા સિક્કા છવદામા, રકસિંહ ૧ લા અને વીરદામાના છે. સમયનિર્દેશ વિનાના પોટન સિક્કા ઉપર પર્વતાદિ પ્રતીક છે, પણ લેખ નથી. કિનારને સમાંતર ટપકાંની હાર છે. પિોટનના બીજા પ્રકારના કેટલાક સિકકા ઉપર પર્વતાદિ ચિહ્નો છે અને વિશેષમાં