________________
૧૫૦].
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. રુદ્રસિંહ ૨ જો
આ ત્રીજા ક્ષત્રપકુલનો એ સ્થાપક હોવાનું જણાય છે. એના ચાંદીના ઉપલબ્ધ બધા જ સિક્કાઓ “ક્ષત્રપ' તરીકેના અને વર્ષ ૨૨૬ થી ૨૩૭ સુધીના લગભગ પ્રત્યેક વર્ષના છે, આ ઉપરથી એણે અગિયારેક વર્ષ સત્તા સંભાળી હવાનું જણાય છે. એના “મહાક્ષત્રપ' તરીના સિક્કાઓ પ્રાપ્ત થયા નથી.૮ યાદામા ર જે
આ રાજાના પણ કેવળ ક્ષત્રપાલના સિક્કાઓ જ મળ્યા છે. એના સિકકાએ (વર્ષ ૨૪૮ અને ૨૫ સિવાયના) વર્ષ ૨૩૭ થી ર૫૪ સુધી લગભગ પ્રત્યેક વર્ષના મળ્યા છે. એના પુરોગામીના સિક્કા પરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૨૩૭ હોઈ એ આ વર્ષના ઉત્તરભાગમાં સત્તાધીશ બન્યો હોવાનું જણાય છે. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં “ક્ષત્રપ' તરીકે સિકકા પડાવનાર આ રાજા પ્રાયઃ છેલ્લે છે, કેમકે હવે પછી બધા જ રાજાઓના “મહાક્ષત્રપ' તરીકેના સિક્કાઓ મળે છે.
અગાઉ જોયું તેમ હવે પછી ‘ક્ષત્રપ’ તરીકેના સિક્કા મળતા ન હોઈ એના શાસનકાળની નીચલી મર્યાદા નિશ્ચિત કરવી મુશ્કેલ છે. એના અનુગામીના “મહાક્ષત્રપ' તરીકેના સિકકા પરનું પહેલું જ્ઞાત વર્ષ ૨૭૦ છે, જે સુદ્રસેન ૩ જાના. સિક્કાનું છે. રુદ્રસેન ૩ જાનો પિતા રુદ્રદામા જે પણ મહાક્ષત્રપ બન્યા હતા. રુદ્રદામા ૨ જાને શાસનકાળ પંદરેક વર્ષ એટલે કે વર્ષ ૨૫૫ થી ૨૭૦ ની વચ્ચેને. હેવાની અટકળ કરીએ, તો યશોદામાનું રાજ્ય શિક વર્ષ ૨૫૪ ની લગભગ નજીકમાં પૂરું થયું તેવું સંભવે. આમ એણે લગભગ અઢારેક વર્ષ રાજગાદી ભોગવી હશે. એના અવસાન સાથે પ્રાયઃ ત્રીજા ક્ષત્રપકુલનો અંત આવેલ. જણાય છે.૭૯
ચોથું ક્ષત્રપકુલ સ્વામી રુદ્રદામા ર જો
આ સમયથી હવે બધા જ ક્ષત્રપ રાજાએ એમના નામની પૂર્વે સ્વામી વિશેષણ જે છે. સ્વામી રુદ્રદામા ર જે એમાં પહેલે રાજા છે. ચોથા ક્ષત્રપકુલને એ સ્થાપક જણાય છે. એને પોતાને એકેય સિકકો આજ સુધી ઉપલબ્ધ થયો નથી, પરંતુ એના પુત્ર સ્વામી રુદ્રસેન ૩ જાના સિક્કાઓથી એના વિશે માહિતી મળે છે. આ સિક્કાઓ એને “મહાક્ષત્રપ” તરીકે ઓળખાવે છે, આથી ચાષ્ટવંશીય મહાક્ષત્રપ ભર્તુદામા પછી ઘણા લાંબા સમયે મહાક્ષત્રપપદને પ્રયોગ થાય છે. આથી એવું અનુમાન કરી શકાય કે એણે જરૂર ગાદી ભોગવી હશે.૦૨