________________
૭મુ ]
(૧૫૧
એના સિક્કાઓની અનુપસ્થિતિને લઈ ને એનેા શાસનકાળ નિશ્ચિત થતા નથી, પરંતુ એના પુરગામી–અનુગામી રાજાના સિક્કા પરનાં જ્ઞાત વર્ષોથી એને સંભવિત સમય વિચારી શકાય. એના અનુગામી રુદ્રસેન ૩ જાના સિક્કા પરનું પહેલુ સાત વર્ષે ૨૭૦ હાઈ રુદ્રદામાના રાજ્યની ઉત્તરમર્યાદા મેડામાં મેડી સંભવતઃ વર્ષ ૨૭ સુધીની મૂકી શકીએ. એના પુરાગામી મહાક્ષત્રપ રાજા ભદામાના સિક્કા પરનુ છેલ્લુ સાત વર્ષ ૨૨૧ છે અને પુરાગામી ક્ષત્રપ રાજા યશાદામા ૨ જાનુ છેલ્લું સાત વર્ષ ૨૫૪ છે.૮૩ વર્ષ ૨૨૬ થી ૨૫૪ દરમ્યાન ‘મહાક્ષત્રપ’નું પદ લુપ્ત રહ્યું અને એ પછી ‘મહાક્ષત્રપ’નું પદ પુનઃ સ્થાપિત થયું ત્યારે ‘ક્ષત્રપ’નું પદ સમૂળું લુપ્ત થઈ ગયું. આ સભવ માનીએ તે આથી એવું અનુમાન કરી શકાય કે શક વર્ષ ૨૫૪ ની આસપાસમાં રુદ્રદામા ૨ જાના રાજ્ય-અમલની પૂ મર્યાદા મૂકી શકાય. તદનુસાર એણે વ ૨૫૪ થી ૨૭૦ સુધીમાં સોળેક વર્ષ રાજ્ય કયુ હેાવાના સંભવ વિચારી શકાય.
સ્વામી રુદ્રસેન ૩ જો
એના ચાંદીના અને સીસાના સિક્કા ખૂબ મોટી સંખ્યામાં પ્રાપ્ત થયા છે. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં સૈાથી વધુ સંખ્યામાં એના સિક્કા મળ્યા છે.
રુદ્રસેનના ઉપલબ્ધ ચાંદીના બધા જ સિક્કા ‘મહાક્ષત્રપ’તરીકેના છે. અગાઉ માંધ્યું તેમ ભદામા-વિશ્વસેન પછી એક જ શાસકની પ્રથા હોઈ એના ક્ષત્રપકાલના સિક્કાઓ મળવાના કે એણે પિતાના મહાક્ષત્રપકાલ દરમ્યાન ક્ષત્રપપ૬ સંભાળ્યું હોવાના પ્રશ્ન રહેતા નથી, એટલે એ એના પિતા પછી જ ગાદીએ આવ્યા એ વધારે સંભવિત છે.
એના સિક્કાઓ વર્ષ ૨૭૦ થી ૩૦૨ સુધીના ઉપલબ્ધ થયા છે, ફક્ત વ ૨૭૫ થી ૨૭૯ સુધીના સિક્કાએ પ્રાપ્ત થયા નથી.૮૪ એના અનુગામીના સિક્કા પરનુ પહેલુ સાત વર્ષ ૩૦૪ છે, આથી એવુ અનુમાન કરી શકાય કે રુદ્રસેનનુ રાજ્ય વ ૩૦૨ અને ૩૦૫ ની વચ્ચે પૂરું થયું હશે. આમ એણે બત્રીસેક વર્ષોં સત્તા સંભાળી જણાય છે. એને દી` શાસનકાલ અને એના સિક્કાએનું વિપુલ પ્રમાણુ એના શક્તિશાળી રાજ્યનું, એના સામર્થ્યનું, રાજ્યની આર્થિક સધ્ધરતાનું અને એની વીરતાનું સૂચન કરે છે. પશ્ચિમી ક્ષત્રપ રાજાએામાં પ્રાયઃ આ છેલ્લે પ્રભાવશાળી રાજા હતા. એને અનુજ પુત્ર નહિ હાય, આથી એનેા ગાદીવારસા એના ભાણેજને મળે છે.