________________
૭ મું] પશ્ચિમી ક્ષત્રપે
[૧૪૯ રુદ્રસેન ૩ જા પછી એની બહેનને પુત્ર સ્વામી સિંહસેન રાજા થયેલે જણાય છે. આથી સિંહસેનનું કુલ રૂકસેન ૩ જાના કુલ કરતાં ભિન્ન હોવાનું સ્પષ્ટ થાય છે. સિંહસેન પછી એને પુત્ર રુદ્રસેન ૪ થે ગાદીએ આવે છે. આ વંશમાં આ બે જ રાજાઓ થયા હોવાનું જણાય છે. એમના કુલનામ વિશે ય કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
રુદ્રસેન ૪ થા પછી રુદ્રસિંહ ૩ જાના સિકકા પરથી એના પિતા સત્યસિંહની માહિતી પ્રાપ્ત થાય છે, પરંતુ રૂકસેન ૪ થા અને સત્યસિંહ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ નથી. સત્યસિંહના પિતાના સિક્કા પ્રાપ્ય ન હોઈ એના પિતાની કોઈ માહિતી મળતી નથી. રુદ્રસિંહ ૩ જા પછી ક્ષત્રપ રાજાઓના સિક્કા મળતા નથી, એટલે પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં સંભવતઃ એ છેલ્લે રાજા હોવાનું સ્પષ્ટ થાય છે.
આમ ચાર્જન વંશની સીધી સળંગ મળતી વંશાવળી પછી કુલ ચાર જગ્યાએ સંબંધ તૂટે છે, જેમાંના એકમાં કુલ ભિન્ન હોવાનું જણાય છે, શેષ ત્રણ કુલેના સંબંધ વિશે એકેય બાજુએ કશું ચોક્કસપણે કહી શકાય એવી સામગ્રી કે પુરાવા પ્રાપ્ત થતા નથી.
ત્રીજું ક્ષત્રપલ સ્વામી છવદામા
એની માહિતી એના પુત્ર રુદ્રસિંહ ર જાના સિકકા ઉપરથી મળે છે. ચાઇનના પિતા સામેતિકની જેમ સિકકાઓમાં એને “રાજા ક્ષત્રપ” કે “રાજા મહાક્ષત્રપ’ જેવાં રાજબિરુદ વિનાને દર્શાવાયો છે, માત્ર “સ્વામીનું વિશેષણ એના નામની પૂર્વે જોવા મળે છે, આથી એણે રાજ્ય કર્યું ન હતું એ સ્પષ્ટ થાય છે. વળી ભર્તીદામાના પુત્ર વિશ્વસેન પછી સ્વામી છવદામાને પુત્ર રુદ્રસિંહ ર જે ગાદીએ આવ્યું હોવાનું સિક્કાઓથી સ્પષ્ટ થાય છે, કેમકે ઉભયના સિક્કાઓ ઉપર વર્ષ ૨૨૬ નેંધાયું છે; આથી પણ કહી શકાય કે સ્વામી જીવદામાએ રાજ્ય કર્યું ન હતું.
આ વંશના રાજાઓની ચાદૃનકુલ સાથેના સંબંધોની વિગત મળતી નથી. રેસન એવું સૂચવે છે કે જીવદામાનું “સ્વામી બિરુદ અને સામાન્ત પદવાળું એનું નામ ચાષ્ટનકુલ સાથે નજીકને સંબંધ દર્શાવે છે. સ્વામી છવદામાં કદાચ ભદામાનો ભાઈ હોવાની અટકળ પણ એમણે કરી છે. ભગવાનલાલ ઇંદ્રજીનું માનવું છે કે તેઓ ચાર્જન રાજકુટુંબની કાઈનાની શાખાના નબીરા હેવા જોઈએ.૭