________________
૧૪૮]
મૌર્યકાલથી ગુપ્તકાલ
દરમ્યાન મહાક્ષત્રપપદે કઈ રાજા હોવાનું જાણવા મળતું નથી,૭પ જ્યારે ક્ષત્રપપદ ધારણ કરેલી ત્રણ વ્યકિતઓ જોવા મળે છે. વિશ્વસેન, રુદ્રસિંહ ૨ જે અને યશોદામા ૨ જે; આથી એવી અટકળ કરી શકાય કે ભદામા પછી ક્ષત્રપર્વશી રાજાઓનાં સત્તાનાં પૂર ઓસરવા લાગે છે અને એની પછીના રાજાઓના માત્ર ક્ષત્રપ તરીકેના સિક્કાઓ મળે છે, એટલે તેઓ કોઈ અન્ય શક્તિશાળી સત્તાની અધીનતા નીચે હશે એવું માનવા પ્રેરાઈએ. પરંતુ યશદામા ૨ જા પછીના શેષ રાજાઓના સિક્કાઓ કેવળ “મહાક્ષત્રપ' તરીકેની જ મળે છે, આથી આ અટકળ ગ્ય જણાતી નથી.
ભદામા પછીના રાજાઓના માત્ર “ક્ષત્રપ' તરીકેના અને એમના પછીના શેષ રાજાઓના કેવળ “મહાક્ષત્રપ’ તરીકેના ઉપલબ્ધ સિકકાઓના આધારે એવો સંભવ વ્યક્ત કરી શકાય કે ભર્તીદામા-વિશ્વસેનના શાસનકાલ સાથે જ ચાર્જન વંશને અંત આવતાં ક્ષત્રપ-મહાક્ષત્રપની પ્રથાનેય અંત આવ્યો હોય; અર્થાત હવે પછી બે નહિ, પણ એક જ શાસકની પ્રથા રહી હોય. આથી એમ કહી શકાય કે જીવદામાના કુટુંબમાં એ એક શાસકને ક્ષત્ર કહેવામાં આવ્યું હોય,
જ્યારે એ પછીનાં કુટુંબમાં એને માત્ર તરીકે ઓળખાવવામાં આવ્યો હોય. આમ શક વર્ષ ૨૨૬ પછી જાણે કે એક જ શાસકની પ્રથા પ્રચલિત રહી હોવી સંભવે છે.
(૪) ઇતર ક્ષત્રપવંશે વંશાવળી ઉપરથી ચાલ્કન વંશના છેલા જ્ઞાત રાજા વિશ્વસેન પછી સ્વામી જીવદામાનું નામ જાણવા મળે છે. આ રાજાને ઉલ્લેખ એના પુત્ર રુદ્રસિંહ ર જાના સિકકાલેખમાં છે. જીવદામાને પિતાને એકેય અભિલેખ ઉપલબ્ધ થયે ન હોઈ એના પિતાનું નામ જાણવા મળતું નથી, તેથી એના પિતા અને વિશ્વસેન વચ્ચે પૈતૃક સંબંધ હતો કે કેમ અને હતો તો કેવા પ્રકારને એ વિશે કઈ જ માહિતી પ્રાપ્ય નથી. એમના કુલના નામ વિશે અનુમાન કરવું મુશ્કેલ છે. જીવદામાના કુલમાં ફકત બે જ રાજાઓનો સળંગ વંશ દેખા દે છે.
એમાંના બીજા રાજા યશોદામા ૨ જા પછી સિકકાઓ પરથી સ્વામી રુદ્રદામા ૨ જાનું નામ જાણવા મળે છે, પરંતુ એ બે રાજાઓ વચ્ચે શી સગાઈ હતી એ બિલકુલ સ્પષ્ટ થતું નથી. એના પછી રદ્રસેન ૩ જે ગાદીએ આવ્યો. આ વંશમાં માત્ર આ બે જ રાજાઓની માહિતી મળે છે. આ વંશનુંય કોઈ વિશિષ્ટ કુલનામ જાણવા મળ્યું નથી.