________________
૭ મું]
પશ્ચિમી ક્ષત્રપે
[૧૪૭
૨૫ અને ૨૦૬ ના તેમજ વર્ષ ૨૧૪ થી ૨૨૬ સુધીના લગભગ પ્રત્યેક વર્ષના પ્રાપ્ય છે. આમ એણે વર્ષ ૨૦૧૫ થી ૨૨૬ એટલે કે લગભગ ૨૨ વર્ષ સુધી સત્તા સંભાળી હતી.
સ્વામી છવદામાના પુત્ર રુદ્રસિંહ ર જાના પણ ક્ષત્રપ કાલના સિક્કા વર્ષ ૨૨૬ થી મળે છે અને પછી અગિયારેક વર્ષ સુધી ચાલુ રહે છે. પરંતુ આ સમય દરમ્યાન વિશ્વસેન કે બીજે કઈ ક્ષત્રપવંશી રાજા મહાક્ષત્રપપદે હોવાનું જણાતું નથી.૭૪ વળી રુદ્રસિંહ ર ાને પિતા સ્વામી જીવદામા રાજા, ક્ષત્રપ કે મહાક્ષત્રપનાં બિરુદ ધરાવતો ન હતો, આથી વિશ્વસેન ગમે તે કારણે ક્ષત્રપપદેથી મહાક્ષત્રપપદે ગયો ન હોવાનું સ્પષ્ટ થાય છે, એટલું જ નહિ, મહાક્ષત્રપ ભર્તુદામા અને ક્ષત્રપ વિશ્વસેન આ સમયે કદાચ કુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય તો પણ એમના રાજ્યાધિકારને વારસો એમના કેઈ અનુજને કે પુત્રને મળ્યો જણાતું નથી. આથી વિશ્વસેન અને રુદ્રસિંહ વચ્ચેનો સત્તા-પલટો કોઈ અનિયમિત પ્રકારનો હોવાનું પણ સ્પષ્ટ થાય છે.
સ્વામી છવદામાને મહાક્ષત્રપ ભર્તુદામા કે ક્ષત્રપ વિશ્વસેન સાથે કોઈ સગાઈને સંબંધ હતો કે કેમ એ નક્કી કરવું મુશ્કેલ છે. છવદામાનું “સ્વામી બિરુદ, એના નામનું ઉત્તરપદ “મા”, એનું આખું નામ તથા એના પુત્રનું નામ જોતાં જીવદામા ચાટ્ટન કુળ સાથે કંઈ નિકટને સંબંધ ધરાવતા હોવા સંભવ છે, પરંતુ આ સંબંધ પિતૃ-પુત્રની સીધી વંશજ-પરંપરાને હતા એ કહેવું મુશ્કેલ છે. હાલની ઉપલબ્ધ માહિતી અનુસાર ભર્તુદામા ચાષ્ટન કુલને છેલ્લે મહાક્ષત્રપ અને વિશ્વસેન એ કુલને છેલ્લે ક્ષત્રપ તથા છેલ્લે જ્ઞાત પુરુષ હોવાનું જણાય છે.
આ સર્વ નિરૂપણથી આપણે કહી શકીએ કે ૧૩ મહાક્ષત્રપ રાજાઓ અને છ ક્ષત્રપ રાજવીઓના સિક્કા પ્રાપ્ત થયા છે. આમ સામોતિકના કુલમાં ચાર્જનથી વિશ્વસેન સુધીના ૨૦ રાજાઓની માહિતી મળે છે; એમણે લગભગ ૧૭૫ વર્ષ સુધી સત્તા સંભાળી ગુજરાતમાં પશ્ચિમી ક્ષત્રપોની રાજસત્તાને અભ્યદય પ્રવર્તાવ્ય. ક્ષત્રપ રાજ્યની પડતી
ભર્તુદામા પછી ચાદૃન વંશની સત્તામાં ભંગાણ પડેલું જણાય છે. એને પુત્ર મહાક્ષત્રપપદ પામ્યા પૂર્વે જ અવસાન પામે છે. ભર્તીદામા પછી તો મહાક્ષત્રપપદ રુદ્રસેન ૩ જાના પિતા દામા ૨ જા પાસે જોવા મળે છે, આથી આ ગાળા