________________
૧૪૬]
મૌર્યકાલથી ગુપ્તકાલ
વિશ્વસિંહ
ક્ષેત્રપાલના એના સિકકા પરનું વહેલામાં વહેલું જ્ઞાત વર્ષ ૧૯૦ છે. આ વર્ષ પૂર્વેના “ક્ષત્રપ' તરીકે કોઈ અન્યના સિક્કાઓ મળતા ન હોઈ વિધસિંહ એ. પહેલાં પણ “ક્ષત્રપ' તરીકે નિમાયો હોવો સંભવે. વર્ષ ૧૯૧ થી ૧૯૬ સુધીનાં છ વર્ષના એના સિક્કા હજી ઉપલબ્ધ થયા નથી. એના સિકકા પરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૨૦૦ હેઈ અને એના અનુગામીના “ક્ષત્રપ' તરીકેના સિક્કા વર્ષ ૨૦૧ થી ભળતા હોઈ વિશ્વસિંહ આ જ વર્ષના ઉત્તરભાગમાં મહાક્ષત્રપપદે પહોંચ્યો હોવાનું સ્પષ્ટ બને છે. એના “મહાક્ષત્રપ' તરીકેના વર્ષ ૨૦૦ અને ૨૧ ના સિક્કાઓથી આને સમર્થન મળે છે. એના અનુજ ભર્તુદામાના ‘ક્ષત્રપ તરીકેના સિક્કા વર્ષ ૨૦૪ સુધીને અને “મહાક્ષત્રપ” તરીકેના વર્ષ ૨૦૪ થી મળતા હોઈ એવું અનુમાન કરી શકાય કે વિશ્વ સિંહ ૨૦૪ સુધી મહાક્ષત્રપ પદે રહ્યો હોવો જોઈએ.૭૩ ભદામા
એના “ક્ષત્રપ' તરીકેના સિક્કા વર્ષ ૨૦૦ થી ૨૦૪ સુધીના મળ્યા છે. એના પુરોગામી રાજા વિસિંહના “ક્ષત્રપ” તરીકેના સિક્કા વર્ષ ૨૦૦ સુધીના ઉપલબ્ધ છે અને એના અનુગામી રાજા વિશ્વસેનના ‘ક્ષત્રપ' તરીકેના સિક્કા વર્ષ ૨૦૫ થી મળે છે, આથી ભર્તીદામાનો ક્ષત્રપાલ પાંચેક વર્ષને હોવાનું જણાય છે.
એના મહાક્ષત્રપ કાલના સિકકા પરનું પહેલું જ્ઞાત વર્ષ ૨૦૪ છે અને છેલ્લે જ્ઞાત વર્ષ ૨૨૧ છે. એના વર્ષ ૨૦૮, ૨૮ અને ૨૧૮ ના વર્ષના સિકકા જાણમાં નથી. એના ક્ષેત્રપાલના છેલ્લા જ્ઞાત વર્ષ પરથી અને મહાક્ષત્રપાલના પહેલા જ્ઞાત વર્ષ પરથી એનો મહાક્ષત્રપીય અમલ વર્ષ ૨૦૪ ના ઉત્તરાર્ધમાં શરૂ થયાનું જણાય છે, પરંતુ એના શાસનકાલની ઉત્તરમર્યાદા નિશ્ચિત કરવી મુશ્કેલ છે, કેમકે એના અમલના છેલ્લા જ્ઞાત વર્ષ (૨૨૧ ) પછી લગભગ ૪૮ વર્ષ સુધીના કોઈ મહાક્ષત્રપના સિક્કા ઉપલબ્ધ થયા નથી, આથી એના પોતાના સિકકાઓને આધારે કહી શકીએ કે એણે વર્ષ ૨૦૪ થી ૨૨૧ સુધી ઓછામાં ઓછાં સત્તર વર્ષ મહાક્ષત્રપપદ સંભાળ્યું હતું. આ દરમ્યાન ક્ષત્રપપદે એને પુત્ર વિશ્વસેન હતો, જેના ક્ષત્રપકાલના સિકકા વર્ષ ૨૨૬ સુધી મળે છે. આથી મહાક્ષત્રપ ભૌંદામાને અમલ વર્ષ ૨૨ પછી ૨૨૬ સુધી લંબાયે હોવો સંભવે છે. વિશ્વાસન
ભદામાના શાસનકાલના આરંભથી જ એના પુત્ર વિશ્વસેનને “ક્ષત્રપ તરીકે ઉત્તરાધિકાર પ્રાપ્ત કરેલ જોઈએ છીએ. એના ક્ષેત્રપાલના સિકકા વર્ષ