________________
૭ મું]
પશ્ચિમી ક્ષત્રપે
[ ૧૪૫
વિજયસેન
અગાઉ જોયું કે વિજયસેન એક જ વર્ષ ક્ષત્રપપદે રહી બીજે વર્ષે મહાક્ષત્રપપદ પામે છે. એના “મહાક્ષત્રપ તરીકેના સિક્કાઓ વર્ષ ૧૬૧ થી ૧૭૨ સુધીના પ્રત્યેક વર્ષના પ્રાપ્ત થયા છે.૭૦ એના અનુગામીના સિક્કા વર્ષ ૧૭ર થી શરૂ થાય છે એટલે એણે અગિયારેક વર્ષ શાસન કર્યું કહેવાય. એને શાસનકાળ શાંતિભર્યો અને સમૃદ્ધ હતે એમ સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ઉપલબ્ધ થયેલા એના સિકકાઓ પરથી કહી શકાય.
એના રાજ્યઅમલ દરમ્યાન કોઈ ક્ષત્રપ રાજાના સિકકા પ્રાપ્ત થયા નથી એટલે એવી અટકળ કરી શકાય કે એ એકાએક ગુજરી ગયો હોવો જોઈએ, જેથી એ એના ઉત્તરાધિકારીની નિમણૂક કરી શક્યો નહિ હોય. એના અગ્રજેને રાજ્યના અલ્પકાળને ધ્યાનમાં લેતાં એમ કહી શકાય કે એ મહાક્ષત્રપપદે આવ્યો. ત્યારે જુવાન હશે અને તેથી પિતાને વારસદાર કે અનુગામી ક્ષત્રપ નીમવાની જરૂર જણાઈ નહિ હોય. એના પછી એને અનુજ દામજદથી ગાદીએ આવ્યો. દામજદથી ૩ જો
એના માત્ર “મહાક્ષત્રપ' તરીકના સિકકા વર્ષ ૧૭ર થી ૧૭૭ સુધીના મળ્યા છે, તેથી એ વિજયસેનના અનુગામી તરીકે વર્ષ ૧૭૨ ના ઉત્તરભાગમાં ગાદીપતિ બન્યા હોવાનું કહી શકાય. એના અનુગામીના વર્ષ ૧૭૦ના સિકકાઓથી સ્પષ્ટ બને છે કે એ વર્ષ ૧૭૭ ના પૂર્વ ભાગમાં મૃત્યુ પામે. રુદ્રસેન ર જો
દામજદશ્રી ૩ જાના જયેક બંધુ ક્ષત્રપ વરદામાના પુત્ર સુદ્રસેનના વર્ષ ૧૭૭ થી ૧૯૯ સુધીના લગભગ પ્રત્યેક વર્ષના “મહાક્ષત્રપ તરીકેના સિક્કા ઉપલબ્ધ થતા હોઈ દામજદથી ૩ જાના અનુગામી તરીકે એ સીધે જ મહાક્ષત્રપ પદ થી જણાય છે. એના અનુગામી રાજા મહાક્ષત્રપ વિધસિંહના સિકકા વર્ષ ૨૦૦ થી મળતા હોઈ કસેન વર્ષ ૧૯૯ના અંતભાગમાં બાવીસેક વર્ષ શાંતિભર્યું રાજ્ય કરી અવસાન પામ્ય જણાય છે.
એના દીર્ધ શાસનકાળ દરમ્યાનની કોઈ વિશેષ માહિતી મળતી નથી. એના રાજ્યઅમલના ઉત્તરભાગમાં એને પુત્ર વિધસિંહને “ક્ષત્રપ' તરીકે રાજ્ય કરતો જોઈએ છીએ.૭૨ રુદ્રસેનને કોઈ અનુજ નહિ હોઈ એને ઉત્તરાધિકાર એના મોટા પુત્ર વિશ્વસિંહને મળ્યો લાગે છે. -૨-૧૦