________________
૧૪૨]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[y.
છેલ્લે જ્ઞાત લેખ છે. મમુa૫૬ વિશે પણ અહીં પહેલી જ વાર જોવા મળે છે એ ત્રીજી વિશેષતા છે. ક્ષત્ર, માત્ર, રાગ કે સ્વામી બિદે તો સામાન્ય રીતે એમના સિક્કા અને શિલાલેખોમાં જોવા મળે છે, જ્યારે મમુલનું બિરુદ પ્રથમ વાર અને સંભવતઃ છેલ્લી વાર અહીં જોવા મળે છે. એની ચોથી વિશેષતા છે એમાં આપેલી વર્ષ પદ્ધતિની. નહપાનના નાસિક-ગુફા નં. ૧૨ ના વર્ષ ૪૨ ના શિલાલેખની જેમ આ શિલાલેખમાં પણ વર્ષને ઉલ્લેખ પ્રારંભમાં છે. વર્ષને આ રીતને ઉલ્લેખ ચાછળના શિલાલેખમાં પહેલે અને સંભવતઃ છેલ્લે છે.
રુસેને ગિરિનગર નજીક બૌદ્ધભિસંઘ માટે એક વિહાર બંધાવ્યો હોવાની માહિતી ઈટવાના મુદ્રાંકલેખમાંના મહારાગ-દુકન-વરના ઉલ્લેખથી મળે છે.
વૈશાલી( હાલના બસાઢ)માંથી પ્રાપ્ત મુદ્રા પરના લેખમાંના ૫૭ રાજ્ઞો महाशत्रपस्य स्वामिरुद्रसिंहस्य दुहितू राज्ञो महाक्षत्रपस्य स्वामिरुद्रसेनस्य भगिन्या મહાવ્યા: પ્રમુદ્રામાયા: \ આ ઉલ્લેખથી પ્રભુદામા મહાદેવી હતી અને એ રદ્રસિંહની પુત્રી તેમ જ રદ્રસેનની બહેન હતી એનો ખ્યાલ મળે છે, પરંતુ લેખમાં એના પતિને નિર્દેશ નથી. આ સંદર્ભમાં અળતેકર એવું સૂચવે છે કે કદાચ એ પૂર્વ ભારતને કઈ હિંદુ રાજા હોય, જે આ શક કુંવરીને પર હોય કે પછી ભારતીય થઈ ગયેલો કાઈ કુપાયું રાજ હોય,૫૮ જ્યારે જે. એન. એનર્જિયાનું સૂચન ભિન્ન છે : આ રાજા ગમે તે હોય, પણ એને રસિંહ કે એના પુત્ર રદ્રસેન તેમજ પ્રભુદામા સાથે સારા સંબંધો નહિ હોય અને એથી એની પત્ની પ્રભુદામા પિતાને પિતૃપક્ષ વડે ઓળખાવે છે.પ૯ પૃથિવણ
રદ્રસેન ૧ લાને બે પુત્ર હોવા છતાં એ એના વારસદાર ન થયા, કેમકે આ સમયે રદ્રસેનના બે અનુજ સંધદામા અને દામસેન જીવિત હતા. ઉત્તરાધિકારના સંભવિત નિયમ અનુસાર ગાદીને હકક જ્યેષ્ઠ પુત્રને નહિ, પણ અનુજને મળે, આથી રસેન ૧ લા પછી એના બે અનુજેમાંથી અગ્રજને ગાદીને હકક પ્રાપ્ત થાય, પરંતુ પૃથિવીષેણના ક્ષત્રપ’ તરીકેના સિકકા ઉપરને સમયનિર્દેશ સ્પષ્ટતા વર્ષ ૧૪૪નું સૂચન કરે છે. અગાઉ જોયું કે રુદ્રસેનનું “મહાક્ષત્રપ' તરીકેનું છેલ્લું જ્ઞાત વર્ષ પણ ૧૪૪ છે, આથી એવી અટકળ થઈ શકે કે રુદ્રસેને કૌટુંબિક પરપરાની ઉપેક્ષા કરી પોતાના શાસનના અંતમાં પુત્ર પૃથિવીષેણને “ક્ષત્રપ ની હોય, પણ એના “ક્ષત્રપ' તરીકેના સિક્કાઓ એક જ વર્ષના પ્રાપ્ય છે અને એના મહાક્ષત્રપ” તરીકેના સિક્કા ઉપલબ્ધ નથી, એટલે એવું અનુમાન સંભવે કે એ