________________
૭ મું]
પશ્ચિમી ક્ષત્ર
[૧૪૧.
૧૩૩ અને ૧૩૫ ના આધારે સૂચવાય કે એ આ રાજાના સિકકાઓ હોય. એના બે શિલાલેખોમાંથી એક મૂલવાસણા જિલ્લો જામનગર)ને વર્ષ ૧૨૨ નો પર છે અને બીજે ગઢા (જિલ્લો રાજકેટ)ને વર્ષ ૧૨૭ (કે ૧૨૬)ને છે. બંને લેખ મહાક્ષત્રપાળના છે.પ૩ જૂનાગઢ પાસે આવેલા ઈટવાના ખોદકામમાંથી મળેલ એક મુદ્રાંકલેખ એના સમયને જણાય છે, જે મિતિ વિનાને છે.પ૪ ઉપરાંત દેવની મોરીને બૌદ્ધ મહાતૂપ અને મહાવિહાર પણ એના સમયના હેવા વિશે કેટલેક સંભવ છે.૫૫
રસેનના ક્ષત્રપ' તરીકેના સિક્કાઓમાં પહેલું સાત વર્ષ ૧૨૦ છે અને એના પિતા રુદ્રસિંહના “ક્ષત્રપ' તરીકેના સિકકાઓનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧૧ર છે તેમજ એના નજીકના પુરોગામી છવદામાના ક્ષત્રપ તરીકેના સિક્કાઓ ઉપલબ્ધ નથી, તેથી રદ્રસેનની ક્ષત્રપાલની પૂર્વ મર્યાદા વર્ષ ર૦ થી વહેલી હવા સંભવે છે. એના “ક્ષત્રપ’ તરીકેના સિકકાઓ પરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧રર છે, જે એના ક્ષત્રપ પરની ઉત્તરમર્યાદા છે, કેમકે એને વર્ષ ૧રર ને મૂલવાસરને લેખ એને મહાક્ષત્રપ' તરીકે ઓળખાવે છે.
એના મહાક્ષત્રપ તરીકેના સિક્કાઓ પરનું પહેલું જ્ઞાત વર્ષ ૧૨૪ છે, પરંતુ એના ક્ષત્રપકાલના સિક્કા પરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧૨૨ હાઈ તેમજ એના એ વર્ષના મૂલવાસરના લેખમાં એનું મહાક્ષત્રપપદ જણાવ્યું હોઈ એવું સ્પષ્ટ થાય છે કે એણે વર્ષ ૧૨૨ માં મહાક્ષત્રપપદ પ્રાપ્ત કર્યું હતું. એના સિક્કા પરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧૪૪ છે અને એના અનુગામી સંઘદામાના મહાક્ષત્રપકાલના વર્ષ ૧૪૪ ના સિકકા મળ્યા છે, એટલે રુસેને વર્ષ ૧૪૪ ના પૂર્વભાગ સુધી શાસન સંભાળ્યું હોવાનું ફલિત થાય છે.
આમ એણે “મહાક્ષત્રપ' તરીકે લગભગ રર વર્ષ (શક વર્ષ ૧રર થી ૧૪૪= ઈ. સ. ૨૦૦ થી ૨૨૨ ) સુધી સત્તા સંભાળી હોવી જોઈએ. એના પ્રાપ્ત થયેલા લગભગ પ્રત્યેક વર્ષના સિકકાઓ અને એનું સંખ્યા પ્રમાણ જોતાં એવું અનુમાન થાય કે એનો શાસનકાળ બાહ્ય આક્રમણ અને આંતરિક સંઘર્ષ વિનાને હોવો. સંભવે. એણે પોતાના રાજ્યવિસ્તાર માટે કોઈ પ્રયત્ન કરેલા કે કેમ તેમજ એને રાજ્યવિસ્તાર કેટલે હતો એ વિશે કશું જ જાણવા મળતું નથી.
એને ગઢાને શિલાલેખ ઐતિહાસિક મહત્વનું છે. એમાં ચાર્જનથી રુદ્રસેન ૧ લા. સુધીના સીધા વારસદાર રાજાઓનાં નામ આપવામાં આવ્યાં છે, જે આરંભકાલના ક્ષત્રપ રાજાઓની વંશાવળી તૈયાર કરવામાં ઉપકારક નીવડે છે. એની બીજી વિશેષતા એ છે કે પુરોગામીઓનાં સબિરુદ નામ આપતા આ વંશને આ