________________
૧૨૮]
મોર્યકાલથી ગુપ્તકાલ
બે પ્રકાર છે. બંને પ્રકારના અગ્રભાગમાં રાજાની મુખાકૃતિ અને ગ્રીક લેખ છે, પણ પૃષ્ઠભાગમાં થોડે ફેર છે. એક પ્રકારમાં મધ્યમાં તથા ડાબી તરફ ચંદ્રકલા અને જમણી તરફ સૂર્ય તેમજ વૃત્તાકારે ખરેષ્ઠી અને બ્રાહ્મીમાં લખાણ છે, તે બીજામાં વચ્ચે ત્રિકૂટ પર્વત, એની ટોચે અને ડાબે ચંદ્રકલા તેમજ જમણે સૂર્ય અને નીચેના ભાગમાં નદી સૂચવતી રેખા અને ખરેષ્ઠી તથા બ્રાહ્મીમાં લેખ છે. એના મહાક્ષત્રપ તરીકેના સિક્કા એના જ ક્ષત્રપ તરીકેના બીજા પ્રકારના સિક્કા, સાથે સામ્ય ધરાવે છે. ચાલ્ટન - કુષાણ સૂબે?
સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકણિના હાથે થયેલા નહપાનના પરાજય પછી લહરાતેએ ગુમાવેલો પ્રદેશ સાતવાહનો પાસેથી પાછા મેળવવા કુષાણેએ ચાટનને દક્ષિણ-પશ્ચિમ ભારતના પ્રાંત ઉપર સૂબા તરીકે નીમ્યો હોવાની અટકળ દિનેશચંદ્ર સરકાર વગેરેએ કરી છે, ૨૪ પરંતુ એ માટે કોઈ સીધા પુરાવાઓને ઉલ્લેખ એમણે કર્યો નથી તેમજ પશ્ચિમી ક્ષત્રપાએ કુરાણોની રાજનિષ્ઠા સ્વીકારી ન હતી તેથી ચાટ્ટન કુષાણોને સૂબો હતો એ મંતવ્ય નિરાધાર ઠરે છે. એને સમય
કચ્છ જિલ્લાના અંધૌમાંથી પ્રાપ્ત થયેલા ચાટ્ટનના સમયના ચાર શિલાલેખોમાં વર્ષ પર છે. ૨૫ સામાન્ય રીતે આ કુળના રાજાઓના સિક્કાઓમાં અને શિલાલેખોમાં નિર્દિષ્ટ વર્ષો શક સંવતનાં હોવાને મત સર્વમાન્ય છે. આ ગણતરીએ વર્ષ પર બરોબર ઈ.સ. ૧૩૦-૩ આવે. આથી એની સત્તાની શરૂઆત એ પૂર્વે એટલે કે ઈ.સ. ૮૯ પહેલાં થઈ હોવાનું અનુમાની શકાય.
આ યષ્ટિમાં ચાર્ઝન માટે ક્ષત્રપ કે મહાક્ષત્રપ એવું કોઈ બિરુદ આપવામાં આવ્યું નથી, પરંતુ એમાંના ‘રાજા ચાર્જન સામોતિકપુત્રના (અને) રાજા રુદ્રદામા જયંદામપુત્રના” શબ્દ પ્રયોગ પરથી ત્યારે ચાર્જન મહાક્ષત્રપ અને રુદ્રદામા ક્ષત્રપ હેવાનું સૂચિત થાય છે.
અંધો ગામેથી તાજેતરમાં પ્રપ્ત થયેલા ચાટ્ટનના સમયના વર્ષ ૧૧ ના શિલાલેખમાં એને માત્ર ક્ષત્રપ તરીકે ઓળખાવ્યું છે, એટલે એ શક વર્ષ ૧૧ અર્થાત્ ઈસ્વી સન ૮૯ માં ક્ષત્રપ હતો એ પુરવાર થાય છે. શક વર્ષ પર ના લેખોમાં એને “રાજા” કહ્યો છે. વળી સિકકાઓમાં એને “રાજા ક્ષત્રપ” અને “રાજા મહાક્ષત્રપ” કહ્યો છે. આ રાજા કુષાણ સમ્રાટ કષ્કિ પહેલાનો ઉપરાજ