________________
૭મું ) પશ્ચિમી ક્ષત્ર
[૧૨૭ મૃત્યા (ઘમૃત્ય) એવો પાઠ આપ્યો છે. ૧૯ જે સ્વીકાર્ય જણાતું નથી. સત્યશ્રાવ મરજીઠIળ એવો પાઠ આપે છે, જ્યારે જ્યોતિ પ્રસાદ જૈન મકવના. એવું સંસ્કૃત રૂપ પ્રયોજે છે. આ બંને રૂપો સ્વીકાર્ય બને છે. આ નામ અહીં બહુવચનમાં છે તેથી એ વંશનું સૂચન કરે છે. આથી ઉપર્યુક્ત અનુમાનને સમર્થન મળે છે.
ચાર્જન કુલની સળંગ વંશાવળી વિશ્વસેન સુધી છે અને એમાં કુલ ૨૦ રાજાઓ થયા હોવાનું જાણવા મળે છે. આરંભના ચારેક રાજાઓને બાદ કરતાં પછીના બધા રાજાઓના વર્ષવાળા સિક્કાઓ, કેટલાક રાજાઓના શિલાલેખો અને તેઓમાંના એક-બેમાં આપેલી વંશાવળી એ આ રાજાઓની વંશાવળી અને સાલવારી નિશ્ચિત કરવાનાં ઉપયોગી સાધનો છે. સાહિત્યમાં આ વંશ વિશે ખાસ કોઈ માહિતી નથી.
નિકોચ-qwાત્તિમાં ચાદૃન વંશ ૨૪૨ વર્ષ રાજ્ય કર્યું એવો ઉલ્લેખ છે. આ સમયાવધિ વિશ્વસેન સુધીની કે રુદ્રસિંહ ૩ જા સુધીની ગણવી એ સંદિગ્ધ રહે છે. જિનસેનના હરિવંશ પુરાણ ૬૦, ૪૯૦-૯૧)માં પણ ૨૪૨ વર્ષને ઉલ્લેખ છે. બન્નેમાં નહપાનનાં ૪૦ વર્ષને અલગ ઉલ્લેખ છે. આમ કુલ ૨૮૨ વર્ષ થાય. પુરાણોમાં શકના રાજવંશનાં ૩૦૦ વર્ષ ગણવ્યાં છે. એમાં નહપાનનો અલગ ઉલ્લેખ નથી. આમ ત્રણેય સાહિત્યિક ઉલ્લેખ સમયાવધિની બાબતમાં એકબીજાનું સમર્થન કરે છે. સિક્કોલેખો અને શિલાલેખોથી પશ્ચિમી ક્ષત્રપોનો શાસનકાળ ત્રણ સદી જેટલું હોવાનું અગાઉ ોંધ્યું છે, જે સાહિત્યિક નિર્દેશને સમર્થન આપે છે. ચાટન
સિકકાઓ પરથી આ રાજાની તેમજ એના પિતાની માહિતી સાંપડે છે. શિલાલેખો એના પિતાની અને એના સમયની માહિતી પૂરી પાડે છે. ટોલેમીની ભૂગોળ એની રાજધાની ઉપર પ્રકાશ ફેંકે છે. મથુરા મ્યુઝિયમમાં સંગૃહીત એનું આખા કદનું (મસ્તક વિનાનું) બાવલું એના પડછંદ વ્યક્તિત્વનો ખ્યાલ આપે છે.
અભિલેખોથી સ્પષ્ટ થાય છે કે એના પિતાનું નામ સામોતિકર હતું. સામતિકના સિક્કા કે શિલાલેખ સાંપડ્યા નથી, તેથી એના શાસન વિશે કશી જ માહિતી મળતી નથી. આમ આ રાજવંશને સ્થાપક સાતિકને પુત્ર ચાલ્ટન હોવાનું સ્પષ્ટ થાય છે.
ચાષ્ટનના તાંબાના ૨૩ અને ચાંદીના સિક્કાઓ મળ્યા છે. ચાંદીના સિક્કા ક્ષત્રપ અને મહાક્ષત્રપ એમ ઉભય પ્રકારના છે. ક્ષત્રપ તરીકેના એના સિક્કાઓના