________________
પશ્ચિમી ક્ષત્ર
[૧૦૯ - હેવાનું વધુ સંભવિત લાગે છે. ઉપવાદાત એને જમાઈ હોવાથી નજીકને સગો કહેવાય, આથી એ પોતાના સસરા પ્રત્યેના માનને કારણે રાની સાથે સત્રનું બિરૂદ કોઈ ચોક્કસ અર્થને બદલે કેવળ માનાર્થે નાના પર્યાય તરીકે પ્રયાજે એ વાભાવિક છે. એવી રીતે અમાત્ય પોતાના અધિપતિ – માલિક માટે માનસૂચક માત્રપ વાપરે એ પણ સહજ છે. આમ આ ત્રણેય બિરદ અહીં રાજાના સમાનાર્થી જેવા લાગે છે. છતાં મહાક્ષત્રનું બિરુદ નહપાનના રાજ્ય-અમલના પ્રાયઃ અંતિમ વર્ષમાં પ્રયોજાયું હોઈ એવી કલ્પના થઈ શકે કે એ જમાનામાં ભારતમાંના રાજાઓ મારઝના બિરુદથી ઓળખાતા હશે અને તેથી નહપાને પણ મહારાગના પર્યાય તરીકે મહાક્ષત્રનું બિરુદ પ્રચલિત કર્યું જણાય છે. અર્થાત એણે Tનાનું મહારાસ ન કરતાં ક્ષેત્રનું માત્ર રૂપ સ્વીકાર્યું હોવાનું જણાય છે. નહપાનના રાજ્ય-અમલને સમય
એના રાજ્ય-અમલન સમય સુનિશ્ચિત કરવાનાં સાધને અતિ મર્યાદિત અને સંદિગ્ધ છે. એના સિક્કાઓનું બાહુલ્ય જરાય ઉપકારક થઈ પડતું નથી, કેમકે એ સમયનિર્દેશ વિનાના છે. જેગલમ્બી નિધિના નહપાનના સિક્કાઓમાંથી ૨/૩ જેટલા સિક્કાઓ ઉપર આંધ્રના સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકણુએ પિતાની છાપ પડાવી છે, એટલે નહપાન અને શાતકણની સમકાલીનતા નહપાનના સમયને જાણવામાં સહાય કરે; પરંતુ આંધ્રના સાતવાહન રાજાઓના જ શાસનકાલ વિશે વિદ્વાનોમાં ઘણે મતભેદ પ્રવર્તે છે, એટલે સિકકાએ ઉપયોગી થતા નથી.
| જિનસેનના “હરિવંશ-પુરાણ”માંની ને “પાવલિ-ગાથામાંની માહિતી નહપાને કેટલે સમયે રાજ્ય કર્યું એને નિર્દેશ કરે છે. આના આધારે નહપાનને ઈ. પૂ. ૧૦૦ થી ૫૮ ની વચ્ચે મૂકવાનો પ્રયત્ન થયો છે.૮ પુરાણો અને છેલ્લા શુંગ રાજાઓના (ઈસુ પૂર્વેની ૧ લી સદી) સમયમાં મૂકે છે, પરંતુ એને ચેકકસ સમય એનાથી દર્શાવાતો નથી. આમ આનુશ્રુતિક સાહિત્યથી પણ એના સમયનિર્ણયને ઉકેલ મળતું નથી.
“પરિપ્લસ”માં રાજા નાબુનુસનો ઉલ્લેખ છે. આ રાજા તે જ નહપાન એમ મોટા ભાગના વિદ્વાને સ્વીકારે છે.૮૦ આથી નહપાન “પેરિપ્લસ”ના લેખકનો સમકાલીન લેવાનું સૂચવાયું છે. એને સમય, એમાં ઉલિખિત રાજાઓના આધારે, નિશ્ચિત કરવાનો પ્રયત્ન અત્યાર સુધી રહ્યો છે. પરિણામે જુદા જુદા વિદ્વાનોએ એને ભિન્ન ભિન્ન રચનાકાળ દર્શાવ્યો છે;૮૧ પરંતુ મોટા ભાગના વિદ્વાન એની. રચના ઈસુની પહેલી સદીના ઉત્તરાર્ધમાં થઈ હોવાનું મંતવ્ય ધરાવે છે.૮૨