________________
• ૧૦૯ ]
સોય કાલથી ગુપ્તકાલ
{..
નહપાન અને સાવાહન તે સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકણિ હાવાનું ઘણા ઇતિહાસકારા સ્વીકારે છે.૭ર આ કથામાંની બીજી બધી વિગતેા છેડી દઈ એ તેાય નહપાન અને સાતવાહન રાજા સમકાલીન હતા અને સાતવાહન રાજાએ નહપાનને હરાવેલા એ બે વિગતેા ઐતિહાસિક જણાય છે.૭૩
એક બીજા જૈન ગ્ર ંથ તિહોય-વળત્તિમાં મહાવીરના નિર્વાણ સમયે પાલકના રાજ્યાભિષેક થયા, તેણે ૬૦ વર્ષ રાજ્ય કર્યું. પછી ૧૫૫ વર્ષ વિજયવંશી રાજાએગે, ૪૦ વ મુરુ ડવંશીઓએ, ૩૦ વર્ષ પુષ્યમિત્ર, ૬૦ વર્ષ વસુમિત્રઅગ્નિમિત્રે, ૧૦૦ વર્ષ ગાંધવ રાજાએએ અને ૪૦ વર્ષ નરવાહને રાજ્ય કર્યુ૭૪ એવા ઉલ્લેખો છે. આમ આ ગ્રંથમાંય વાદળ નરવાહન-નહપાન )નેા ઉલ્લેખ છે.ઉપ
“પેરિપ્લસ”માં નામ્બુનુસ રાજાના ઉલ્લેખ છે.૭૬ આ નામ્બુનુસ તે નહપાન છે એમ મોટા ભાગના વિદ્યાના માને છે.૭૭
પુરાવસ્તુકીય સાધનામાં નહપાને પડાવેલા સિક્કાએ અને એના સમયના આઠ ગુફાલેખાને સમાવેશ થાય છે. સિક્કાએથી નહપાન વિશે, એના રાજ્યવિસ્તાર વિશે, અને એના સમકાલીન સાતવાહન રાખ્ત વિશે કેટલીક માહિતી મળે છે. એના સમયનિય માટે ગુફાલેખા ઉપકારક વિગતા આપે છે; ઉપરાંત તત્કાલીન કેટલીક સાંસ્કૃતિક માહિતી એમાંથી ઉપલબ્ધ થાય છે. વળી સિક્કાએ એના વંશની અને ગુફાલેખા એની જાતિ તેમજ વંશની માહિતી આપે છે.
નહપાનનાં બિરુદ
એના ચાંદીના સિકકાલેખામાં ગ્રીક, બ્રાહ્મી અને ખરેષ્ઠી ત્રણેયમાં એના માટે માત્ર રાનાનું વિશેષણ પ્રયાાયુ છે; ક્ષત્રપ કે મહાક્ષત્રનું બિરુદ એના એકેય પ્રકારના સિક્કાએમાં અપાયેલુ નથી. એના જમાઈના નાસિક અને કાર્લા ગુફાના લેખામાં જ્ઞાની સાથે ક્ષત્રવનું વિશેષ બિરુદ વપરાયું છે; એના અમાત્ય અયમના જુન્નરના ગુફાલેખમાં રાજ્ઞાની સાથે વધારામાં ખે બિરુદ મહાક્ષત્રપ અને સ્વામી પ્રયોજાયેલાં છે. આમ રાજા, ક્ષત્રપ, મહાક્ષત્રપ અને સ્વામી એ ચાર બિરુદ એના સંદભમાં ઉપલબ્ધ થાય છે.
સિક્કા એને માત્ર ‘રાજા’ તરીકે જ ઓળખાવે છે. એના જમાઈ અને - અમાલના શિલાલેખામાંય રાજાનું બિરુદ છે; પરંતુ શિસાલેખામાં એ ઉપરાંત ક્ષેત્રપ, મહાક્ષત્રપ અને સ્વામી બિરુદા પ્રયાાયેલાં હાઈ એવું અનુમાન કરી શકાય કે આ બિરુ! એના કાઈ ચોક્કસ અર્થમાં નહિ, પણ શિથિલ અર્થમાં વપરાયાં