________________
૧૧૦]
મૌર્યકાલથી ગુપ્તકાલ
પ્ર.]
આથી નહપાનને ઈસુની પહેલી સદીના ત્રીજા-ચોથા ચરણમાં મૂકી શકાય. આમ “પેરિસનો” આધાર પણ પૂરો શ્રદ્ધેય બનતું નથી. શિલાલેખોમાંનાં વર્ષો અને સંવત
નહપાનના સમયના આઠ ગુફાલેખમાં નિર્દિષ્ટ વર્ષ ૪૧, ૨, ૪૫ અને ૪૬ એના શાસનકાલને જાણવાનું મહત્ત્વનું સાધન છે. આ વર્ષે કયા સંવતનાં છે એ માટે અત્યારે ચાર અનુમાને ઉપલબ્ધ છે : (૧) પ્રાચીન શક સંવત, (૨) વિક્રમ સંવત, (૩) શક સંવત અને (૪) રાજ્યકાલનાં વર્ષો. પ્રાચીન શક સંવત
જાયસવાલ અને સ્ટેન કોની આ મત ધરાવે છે.૮૩ જાયસવાલના મત મુજબ આને આરંભ ઈ. પૂ. ૧૨૩માં થયે અને તદનુસાર નહપાને ઈ. પૂ. ૮૨ થી છ૭ સુધી રાજ્ય કર્યું હોવાનું સૂચન એમણે કર્યું. સ્ટેન કોનૌના મતે એને આરંભ ઈ.પૂ. ૮૩ માં થયે હેઈ, નહપાનને ઈ.પૂ. પ૭ ની આસપાસ મૂકી શકાય. ઉભયને અનુસરી સત્યશ્રાવ પણ આ વર્ષોને પ્રાચીન શક સંવતનાં હોવાનું સ્વીકારે છે.૮૪
પરંતુ નહપાનને આટલો બધો વહેલો મૂકવો શક્ય નથી. વળી આ વિદ્વાનોની દલીલ સબળ નથી. સંવતના આરંભકાળ વિશે જ એમનામાં મતભેદ છે. વસ્તુતઃ તો પ્રાચીન શક સંવતને આરંભ ઈ.પૂ. ૭૧ કે ૬૧માં થયો હોવાની સામાન્ય માન્યતા છે. આથી ઉપર્યુક્ત મંતવ્ય સ્વીકાર્ય બનતું નથી. વિક્રમ સંવત
આ મતના મુખ્ય પ્રવર્તક છે સર અલેકઝાંડર કનિંગહમ. એમને અનુસરી સ્ટેન કનૌ, બાખલે, યૂક્રેઈલ, નીલકંઠ શાસ્ત્રી વગેરે વિદ્વાનો પણ આ મત ધરાવે છે. નહપાનના સમયના સ્થાપત્યનાં લક્ષણો, શિલાલેખોની લિપિના અક્ષરેની શેડાસના મથુરાના લેબેની લિપિના અક્ષરો સાથેની સમકાલીનતા, નહપાનનું છેલ્લું સાત વર્ષ ૪૬ અને અંધૌના લેખમાંનું વર્ષ પર તેમજ એ બે વર્ષ વચ્ચેના છ વર્ષના ટૂંકા ગાળામાં બનેલા બનાવોને૮૭ ગોઠવવાની શક્યતા વગેરે મુદ્દાઓની છણાવટ કરી, તેમજ વિક્રમ સંવત નહપાનના રાજ્યકાલથી શરૂ થયો હોવાનું માની આ વિદ્યાને નહપાનના શાસનકાલને વિક્રમ સંવતની ગણતરીએ ઈ. પૂ. પ૮ થી ઈ.પૂ. ૧રમાં મૂકે છે.
આમ નહપાનને ઈસુ પૂર્વેની પહેલી સદીમાં મૂક પડે અને તદનુસાર એણે ઈ.પૂ. ૧૨ સુધી ગાદી સંભાળી હોય એમ માનવું પડે. ચાષ્ટન–રુદ્રદામાના