________________
મૌર્યકાલ
[૭૭
દેવોના પ્રિય, પ્રિયદર્શી રાજા તરીકે પોતાને ઓળખાવતા મૌર્ય સમ્રાટ અશકે, કલિંગ-વિજય માટેના ખૂનખાર યુદ્ધથી થયેલા ભારે સંતાપ અને પશ્ચાત્તાપ પછી પોતાના હૃદયમાં જાગેલી તીવ્ર ધર્મ–ભાવનાને સમગ્ર પ્રજામાં પ્રસાર કરવા પોતાના સામ્રાજ્યના જુદા જુદા પ્રદેશોમાં શૈલ ખડક) પર જે ચૌદ ધમલિપિઓ (ધમલે) કોતરાવી, તેની એક પ્રત ગિરિનગરના સુદર્શન તળાવ પાસે આવેલ શૈલ પર પણ કોતરાવી૨૮ (આકૃતિ પ૬).
એ ધર્મિષ્ઠ સમ્રાટના આ ચૌદ ધર્મને સાર નીચે પ્રમાણે છે :
૧. આજથી કોઈએ પ્રાણીને મારી હેમવું નહિ. મેળાવડો કરવો નહિ, કેમકે એમાં બહુ દોષ રહેલે છે. પહેલાં રાજાના રસોડામાં રોજ લાખો પ્રાણી ભરાતાં, હવે ત્રણ જ પ્રાણીઓ ભરાય છે-બે મેર અને એક હરણ. આ ત્રણ પ્રાણીઓ પણ પછી નહિ ભરાશે.
૨. રાજાના સકલ રાજ્યમાં તેમજ સરહદી રાજ્યમાં બધે રાજાએ બે પ્રકારની ચિકિત્સા કરી છે. મનુષ્ય ચિકિત્સા અને પશુચિકિત્સા મનુષ્યને તથા પશુઓને ઉપયોગી ઔષધિઓ જ્યાં જ્યાં નથી ત્યાં બધે મંગાવી છે ને રોપાવી છે. રસ્તાઓ. પર કૂવા ખોદાવ્યા છે ને વૃક્ષો રોપાવ્યાં છે.
૩. રાજાએ અભિષેક થયાને બારમે વર્ષે આ ફરમાવ્યું છે. મારા સમગ્ર રાજ્યમાં યુક્ત, રાજકે અને પ્રાદેશિક પાંચ પાંચ વર્ષે પ્રદેશમાં ફરતા રહે ને બીજા કામની સાથે સાથે આવો ધર્મોપદેશ પણ કરતા રહે - માતાપિતાની સેવા, મિત્રે પરિચિત અને સંબંધીઓને તથા બ્રાહ્મણ અને બમણોને દાન, પ્રાણીઓની અહિંસા, થડ ખરચે અને થોડો સંઘરે ઇષ્ટ છે. પરિષદ પણ યુક્તોને આ સંબંધી આજ્ઞા કરશે.
૪. સેંકડો વર્ષ થયાં, પ્રાણીઓની હિંસા વગેરે વધ્યું જ છે, તેથી હવે રાજાના ધર્માચરણ વડે ભેરીઘોષ એ ધર્મઘોષ થયે છે. વિમાન, હસ્તી, અગ્નિસ્કંધ (તેજ:પુંજ) અને બીજા દિવ્ય રૂપો પ્રદર્શિત કરીને રાજાના ધર્મોપદેશથી પ્રાણીઓની અહિંસા ઈત્યાદિ વિવિધ ધર્માચરણ વધ્યું છે; ને રાજા આ ધર્માચરણને વધારશે જ. રાજાના પુત્ર, પૌત્ર અને પ્રપૌત્ર યુગાંત સુધી એ વધારશે. ધર્મોપદેશ એ શ્રેષ્ઠ કર્મ છે. એટલા માટે આ લખાવ્યું છે કે જેથી આ વસ્તુની વૃદ્ધિ થાય, હાનિ ન થાય. આ અભિષેક થયાના બારમા વર્ષે લખાવ્યું છે.