________________
૭૬]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
રાજ્ય કરતે હેવાનું માલુમ પડે છે. એ રાજા પર મૌર્ય સમ્રાટ અશોકનું આધિપત્ય પ્રવર્તતું હેવા સંભવે. ૨૧ જે પિંગલકને એની રાજસત્તા વંશપરંપરાગત વારસામાં મળેલી હોય તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પણ સૈારાષ્ટ્રના એ રાજવંશની રાજસત્તા પ્રવર્તતી ગણાય. તો પછી ચંદ્રગુપ્ત અને અશોકના સમયમાં
અહીં રાષ્ટ્રિયને વહીવટ હતો એને શો અર્થ ઘટાવવો ? કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રાષ્ટ્રપલ તથા અતપાલને ઉલ્લેખ આવે છે. અશોકના અભિલેખમાં રાજૂક ( રજુક), પ્રાદેશિક અને યુક્તને અને રાજૂકના સંબંધમાં રઠિક(રાષ્ટ્રિક)નો ઉલ્લેખ આવે છે.૨૩ રુદ્રદામાના શૈલલેખમાં જણાવેલ “રાષ્ટ્રિય એ આ રાષ્ટ્રપલ કે રાષ્ટ્રિક હોય તોપણ, જો સૌરાષ્ટ્રમાં ત્યારે પ્રાદેશિક રાજસત્તા ચાલુ રહેલી હોય તો, એ મગધના સામ્રાજ્યના સીધા શાસન નીચેના પ્રાંતને સૂબેદાર ન હોઈ શકે . રાયચૌધરી સૂચવે છે તેમ આ રાષ્ટ્રિય સ્થાનિક રાજસત્તાની નામની હસ્તી ચાલુ રહેવા દઈને વાસ્તવમાં સમ્રાટ વતી તમામ અખત્યાર કરનાર હાઈકમિશનર જેવો અધિકારી હોવો જોઈએ.૨૪ ગિરિનગરના સુદર્શનના નિર્માણ તથા વિકાસની ફરજ મૌર્ય સમ્રાટોના રાષ્ટ્રિએ બજાવી હોઈ, તેઓની સત્તા બ્રિટિશ સરકારના રેસિડટ કે પોલિટિકલ એજન્ટ કરતાં ઘણી સીધી અને સંગીન હોવાનું સ્પષ્ટ થાય છે.
કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સુરાષ્ટ્રને ઉલેખ આવે છે.૨૫ અશોકના અભિલેખોમાં માત્ર અપરાંત પ્રદેશોનો નિર્દેશ આવે છે.૨૬ કચ્છ, સુરાષ્ટ્ર, આનર્ત ઇત્યાદિને સમાવેશ એમાં અધ્યાહત રહેલ ગણાય.
કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં “અપરત' નામ પ્રયોજાયું છે, તે પૂર્વાપર સંબંધ પરથી ઉત્તર કેકણ અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર-કાંઠા પાસેના પ્રદેશ માટે પ્રયોજાયું લાગે છે. ૨૭ - ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યકાળ દરમ્યાન સુરાષ્ટ્રના વડા મથક ગિરિનગર પાસે રાષ્ટ્રિય પુષ્યગુપ્ત સેતુ (બંધ) બાંધીને સુદર્શને નામે સુંદર જળાશય કરાવ્યું. એ જળાશય પૌરજનોના વિહારસ્થાન તરીકે ઘણું લોકપ્રિય નીવડયું હશે. વળી અશોક મૌર્યના રાષ્ટ્રિય તુષાફે એમાંથી નહેર કરાવી ત્યારથી એ પીરજનોના વિહારસ્થાન સાથોસાથ જાનપદ જનોના ઉપયોગી જળાશય તરીકે અધિક મહત્ત્વ પામ્યું જણાય છે. મહાક્ષત્રપ રુદ્રદામાન સમયમાં અતિવૃષ્ટિથી નદીઓમાં આવેલા પ્રચંડ પૂરને લઈને સુદર્શન સેતુ તૂટી જતાં જળાશય તળિયાઝાટક ખાલી થઈ ગયું અને એના પુનર્નિર્માણની યોજના પહેલાં નામંજૂર થઈ ત્યારે પર તથા જાનપદ પ્રજામાં હાહાકાર પ્રવર્યાને જે ઉલ્લેખ આવે છે તે પરથી આ જળાશયની એ ઉપયોગિતાની પ્રતીતિ થાય છે.