SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કશું] મૌર્યકાલ [૭૫ મૌય રાજા ચંદ્રગુપ્તના સમગ્ર રાજ્યકાલ દરમ્યાન આ પ્રદેશ માટે એ એક જ રાષ્ટ્રિય નિમાયે હતો કે એની પહેલાં અને અથવા પછી બીજા કઈ રાષ્ટ્રિય પણ નિમાયા હતા એ જાણવા મળતું નથી. પુષ્યગુપ્ત વૈશય હતો એટલે ઉલ્લેખ છે, પરંતુ એ કયા સ્થળને વતની હતો તેમજ એણે આ પ્રદેશનો વહીવટ કેટલાં વર્ષ કર્યો એ જાણવા મળતું નથી. એણે ગિરિનગર પાસે ઊર્જત ગિરિમાંથી નીકળતી સુર્વણસિકતા, પલાશિની વગેરે નદીઓનાં નીર આડે સેતુ (બંધ) બંધાવી સુદર્શન નામે સુંદર જળાશય કરાવ્યું એ એનું નેધપાત્ર કૃત્ય છે.૧૩ મગધ સામ્રાજ્યના આટલા દૂરના અને છેવાડાના પ્રદેશના વડા મથક પાસે બંધ બંધાવી આવું સુંદર જળાશય કરાવવાની યોજના ચંદ્રગુપ્ત મૌર્ય પાસે મંજૂર કરાવીને અમલમાં મૂકવા માટે આ રાષ્ટ્રિયને ઘણો જશ ઘટે છે. ૧૪ ચંદ્રગુપ્તની જેમ એના પુત્ર અને ઉત્તરાધિકારી બિંદુસાર( લગભગ ઈ. પૂ. ૨૯૮-૨૭૩)ના સમયમાં પણ મગધ રાજ્યના રાષ્ટ્રિયને વહીવટ અહી ચાલુ રહ્યો લાગે છે. વિત્યુ અને એની પરમત્યદીપની વૃત્તિમાં જણાવ્યા મુજબ બિંદુસારના રાજ્યકાલના ૧૬ મા વર્ષો સુરાષ્ટ્રમાં પિંગલક નામે રાજ ગાદીએ આવ્યો. ૧૪ એ પછી અશોકના સમય(લગભગ ઈ. સ. પૂ. ૨૭૩-૨૩૭)માં અહીં તુષાફ નામે રાષ્ટ્રિય થઈ ગયો હોવાનું જાણવા મળે છે, રુદ્રદામાના શૈલલેખમાં એને ઉલ્લેખ આવે છે, ત્યાં એને યવનરાજ તરીકે પરિચય આપ્યો છે. ‘તુષારફ એ નામ સ્પષ્ટતઃ વિદેશી છે; વસ્તુતઃ એ નામ જૂની ઈરાની ભાષાનું છે.૧૫ પરંતુ એ પરથી તુષાસ્કને ઈરાની માનવાની જરૂર નથી. ભારતમાં વસેલા યવને, શકે, પલવ અને કુષાણ જેમ ભારતીય નામ ધારણ કરતા થયા હતા તેમ ઈરાની સંસ્કૃતિની અસર ધરાવતા કેટલાક યવને ઈરાની નામ ધરાવતા થયા હોય તે એમાં નવાઈ નથી. ૧૭ આ યવનરાજ તે ભારતની વાયવ્ય સરહદ પાસે આવેલ ન (યવન) ૧૮ પ્રદેશને યવન (ગ્રીક) રાજ હશે અને સમ્રાટ અશોકે એને આ પ્રદેશને રાષ્ટ્રિય નીમે હશે. સામંત રાજાઓ સમ્રાટોના પ્રાંતના રાજ્યપાલ તરીકે અધિકાર ધરાવતા એવા દાખલા મુઘલ કાલમાં ઘણું જાણીતા છે. ૧૯ આમ તુષારફ એ પ્રાયઃ ઈરાની નામ ધરાવતો યવન રાજા હતે. સૈારાષ્ટ્રને પિંગલક રાજા અશોકને પોતાના મતમાં લાવવા માટે પોતે પાટલિપુત્ર ગયો, પણ ત્યાંથી બૌદ્ધ મતથી પ્રભાવિત થઈ પાછો ફર્યો અને પિતાના પ્રદેશમાં એ મતની હિમાયત કરવા લાગે; એને મંત્રી નંદક સેનાપતિ અને પુત્રી ઉત્તરા પણ બૌદ્ધધમ થયાં ૨૦ ઉત્તરકાલીન બૌદ્ધ ગ્રંથમાં આપેલ આ અનુશ્રુતિ અતિહાસિક હોય તો અશકના સમયમાં સૌરાષ્ટ્રમાં પિંગલક નામે રાજા
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy