________________
૧૭૮]
મોર્યકાલથી ગુપતકાલ
[પ્ર.
૫. રાજા કહે છે : કલ્યાણ કરવું અઘરું છે. મેં બહુ કલ્યાણ કર્યું છે. મારા પુત્રો વગેરે એ કરતા રહેશે. પાપ કરવું સહેલું છે. ઘણી વખત થયો, ધર્મના મહામાત્ર નહોતા, તેથી અભિષેક થયાને તેરમે વર્ષે મેં ધર્મના મહામાત્ર નીમ્યા. તેઓને યવન, કંબોજ અને ગંધારમાં તથા રાષ્ટ્રિક અને બીજા અપરાતમાં સર્વ સંપ્રદાયના તથા સર્વ વણોના ધર્માધિકાન તથા હિતસુખ માટે નીમ્યા છે. અહીં તથા બહારનાં બધાં નગરોમાં નીમ્યા છે. એટલા માટે ધર્મલિપિ લખાવી છે કે એ લાંબો વખત ટકે અને મારી પ્રજા એ પ્રમાણે વર્તે.
૬. રાજા કહે છે : ઘણો વખત થયાં આમ નહતું તે કર્યું છે કે સર્વ કાલે સર્વ સ્થળે નિવેદકો મારી પાસે આવે અને મને પ્રજાની બાબત જણાવે. હું જે કંઈ મૌખિક રીતે ફરમાવું કે જે મહામાત્રામાં તાકીદનું હોય ને તે બાબતમાં પરિષદમાં મતભેદ કે વિચારણું ઉપસ્થિત થાય, તો તે મને તરત જ નિવેદિત કરવું. કામના નિકાલમાં મને તૃપ્તિ હોતી નથી. સર્વ કહિતને મેં મારું કર્તવ્ય માન્યું છે. એનાથી કઈ ચડિયાતું કર્મ નથી. હું જે કંઈ પુરુષાર્થ કરું છું તે શા માટે ? કે પ્રાણીઓના ઋણમાંથી મુક્ત થઉં. એટલા માટે આ ધર્મલિપિ લખાવી છે કે એ લાંબો વખત ટકે ને મારા પુત્રો વગેરે એ પ્રમાણે વર્તે. સક્રિય પુરુષાર્થ વિના આ કરવું મુશ્કેલ છે.
છે. રાજા ઈચ્છે છે : સર્વ સંપ્રદાયે સર્વત્ર વસે, કેમકે સર્વે સંયમ અને ભાવશુદ્ધિ ઇચ્છે છે, પરંતુ માણસો ભિન્ન ભિન્ન રૂચિ ધરાવે છે. જે વિપુલ દાન દે છે, પરંતુ સંયમ અને ભાવશુદ્ધિ ધરાવતા નથી તેનું દાન અતિશય ઊતરતું છે.
૮. ઘણા વખતથી રાજાઓ વિહારયાત્રાએ જતા; એમાં મૃગયા અને એવા બીજા મોજશેખ થતા. અભિષેક થયાને દસમે વર્ષે રાજા બધિગયા ગયા, તેથી ધર્મયાત્રા થઈ છે. એમાં બ્રાહ્મણો તથા શ્રમણોનું દર્શન, તેઓને દાન, જાનપદ જનોને ધર્મોપદેશ ઇત્યાદિ થાય છે. રાજાને આ ઘણું ગમે છે.
૯. રાજા કહે છે : લોક જાતજાતની માંગલિક વિધિ કરે છે. માંદગી, લગ્ન, પુત્રજન્મ, પ્રવાસ વગેરેમાં બહુ માંગલિક વિધિ કરે છે. આમાં સ્ત્રીઓ ઘણી અને ઘણી જાતની માંગલિક વિધિ કરે છે, પરંતુ એ અલ્પલ દે છે. ધર્મની માંગલિક વિધિ મહાકલ દે છે. એમાં દાસો અને સેવકો તરફ સવર્તાવ, ગુરુઓ પ્રતિ આદર, પ્રાણીઓની અહિંસા, શ્રમણ તથા બાહ્મણોને દાન-એ અને એવું બીજું થાય છે. આ વિધિ કરવા જેવી છે એવું પિતા પુત્ર ભાઈ સ્વમી મિત્ર