________________
ઈતિહાસની પૂર્વભૂમિકા
નવી શોધો
આવાં હથિયાર ત્યાં નદીના આદ્ય પટમાં યથાવત મળે તો એની પુરાતનતાની પ્રતીતિ થાય. ૧૯૪૧માં આવાં હથિયાર નદીના આવા પટમાં મળ્યાં. લાંધણજ જેવાં સ્થળોએ ઉખનન પણ કરવામાં આવ્યાં. પ્રાગઐતિહાસિક શોધજૂની પ્રવૃત્તિ ૧૯૪૯ સુધી ચાલુ રહી, ત્યાર પછી ૧૫૨, ૧૯૫૪, ૧૯૫૯ અને ૧૯૬૩ માં લાંઘણજમાં વધુ ઉખનન થયાં. મહી નદીની ભેખડમાં આવાં હથિયાર શોધાયાં. તાજેતરમાં સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ, દક્ષિણ ગુજરાતમાં છેક વલસાડ અને ડાંગ જિલ્લા સુધી તેમજ કચ્છમાં પણ આવાં પથ્થરનાં હથિયાર મળ્યાં છે.૮ માણસે ઘડેલાં હથિયારે
નદીના પટમાંથી મળતા આવા પથ્થરોના આકારને ઝીણવટથી તપાસતાં માલૂમ પડે છે કે એના એ આકાર કુદરતી રીતે ઘડાયા નથી, પરંતુ માણસના હાથે ઘડાયા છે. એમાં માણસે જુદી જુદી જાતનાં હથિયાર ઘડવાની હુન્નરકલા કેળવી હોવાનું માલૂમ પડે છે. અમુક પ્રકારનાં હથિયારોમાં એક બાજુએથી ધીરે ધીરે પતરીઓ પાડી કેર અને ધાર બનાવી લાગે છે. એમાં દરેક ઘામાં નિયંત્રણ માલૂમ પડે છે અને દરેક ઘાએ નીકળતી પતરી આગળ એકેક પગથિયું થયેલું દેખાય છે. ઘણુ હથિયારોમાં એક ભાગ ધારવાળો કે અણીવાળો હોય છે,
જ્યારે બીજો ભાગ અણઘડેલે કે ગેળ હોય છે. આ બીજી બાજુએ એને હાથમાં પકડતાં ફાવે છે. કેટલાંક હથિયાર બીજા પથ્થર વડે ઘડાયાં લાગે છે, તો કેટલીક ઘણી નાની અને સરખા કદની પતરીઓ લાકડાના કે હાડકાના નળાકાર હડા વડે પાડી હશે એમ જણાય છે. ગમે તેમ, આ પથ્થર સ્પષ્ટતઃ માણસે ઘડેલાં હથિયાર હોઈ એ કાલની માનવ-સંસ્કૃતિના અવશેષ હોવાનું માલુમ પડે છે. સાપેક્ષ કાલગણનાની દૃષ્ટિએ જોઈએ તો એ માનવ-સંસ્કૃતિને સહુથી પુરાતન કાલ દર્શાવે છે; અર્થાત એ હથિયારે ઘડનાર માનવ એ પ્રદેશને આદિ માનવ હતા. આદિમાનવના વસવાટનો વિસ્તાર
એક સમયે એવું માનવામાં આવતું હતું કે આદિમાનવ કેવળ ઉત્તર ગુજરાતમાં એટલે સાબરમતીને તીરે જ વસતો હતો, પરંતુ તાજેતરની શેધાએ બતાવ્યું છે કે આ માન્યતા સાચી નથી. હવે આપણે કહી શકીએ કે આદિમાનવ