________________
પ્રાગઐતિહાસિક સંસ્કૃતિઓ
[ ૭૧ ગુજરાતના પાંચેય કુદરતી વિભાગમાં અર્થાત (૧) ઉત્તર ગુજરાતમાં સાબરમતી અને એની ઉપનદીઓ કિંવા શાખાઓના તીરે, (૨) મધ્ય ગુજરાતમાં મહી, ઓરસંગ, કરજણ અને નર્મદાના તટે, (૩) દક્ષિણ ગુજરાતમાં પાર, અંબિકા વગેરે નદીના કાંઠા નજીક, (૪) સૌરાષ્ટ્રમાં ભાદર, સૂકી વગેરે નદીઓના કિનારાના પ્રદેશમાં, અને (૫) કચ્છમાં ભૂખી વગેરેના તટ-પ્રાંતમાં વસતો હતો. એ કાલનું હવામાન
ગુજરાતના આ પાંચે વિભાગોમાં ભૂસ્તરે અને હવામાનને ફરક દેખાય છે. ઉત્તર ગુજરાતને સમગ્ર પ્રદેશ સેંકડો મીટર માટીવાળી રેતીથી છવાઈ ગયેલ જેવામાં આવે છે. સાબરમતી આ પ્રદેશને કાપીને ૩૦-૩૨ મીટરથી પણ વધારે નીચે ઊતરી ગઈ છે, અને એના કાંઠાના પ્રદેશમાં અસંખ્ય કેતરે (શ્વસ્ત્ર) જેવામાં આવે છે. આ જ કારણ છે કે એનું સંસ્કૃત શુદ્ધ નામ શ્વઐરતો (વાંધાઓવાળી--કેતરોવાળી) છે.
આવું જ દશ્ય થડેક અંશે મહી, ઓરસંગ અને નર્મદાની ખીણમાં પણ નજરે પડે છે, જોકે એરસંગ અને નર્મદાની ખીણમાં કાળી માટી ખૂબ જ મેટા પ્રમાણમાં જોવા મળે છે.
દક્ષિણ ગુજરાતને ડાંગ વિભાગ એટલે ગુજરાતનું વનધન. અહીં હજુ પણ ૨૫૦ થી વધુ સે. મી. (૧૦૦ થી વધુ ઇંચ) વરસાદ પડે છે; આઠ મહિના તડકે પણું એટલે જ પ્રબળ રહે છે. આમ ઋતુઓમાં ઘણું જ વૈવિધ્ય હોવાથી ખડકેમાં લેટેરાઈટ થવાની પ્રક્રિયા (lateritization) થવાથી ભૂતલ લાલ-પીળી માટીથી છવાઈ ગયું છે.
સૌરાષ્ટ્રમાં આનાથી ઊલટું દેખાય છે. અહીં સપાટ ખડકાળ જમીન છે, કારણ કે સૌરાષ્ટ્રને કેટલેયે પ્રદેશ એક સમયે સમુદ્રના પાણી નીચે હતો. વળી ઘણે ભાગ મહારાષ્ટ્રની માફક જવાળામુખીના લાવા રસથી બન્યો હોવા છતાં એ યુગની પછીના અને આ યુગની પહેલાંના પણ ભૂસ્તરો ક્યાંક ક્યાંક જોવામાં આવે છે. દા. ત. ધ્રાંગધ્રા, વઢવાણુ વગેરે સ્થળોએ વરસાદ ઓછો અને અનિયમિત છે; જોકે હજુ જૂનાગઢ અને રાજકેટના પ્રદેશે વર્ષમાં એકબે વાર ભારે વરસાદ અનુભવી લે છે. - આમ તે કચ્છ સૌરાષ્ટ્રને જ એક ભાગ કહેવાય, કારણ કે એનાં ભૂસ્તરરચના અને હવામાન સૌરાષ્ટ્રના પશ્ચિમી સમુદ્રકાંઠાના પ્રદેશ જેવાં જ છે.