________________
૮] ઈતિહાસની પૂર્વભૂમિકા
[. સુધી સીમિત થઈ, પરંતુ ઉત્તરમાં એક વિદિશા (ભીલસા – પૂર્વ માળવા) સુધી વિરતરી હતી. આ સમગ્ર પ્રદેશ માટે કોઈ એક નામ પ્રયોજાતું હોય એવું જાણવા મળતું નથી. કામક ક્ષત્રપોના સમયમાં આનર્ત–સુરાષ્ટ્રને એક વહીવટી વિભાગ ગણાતો. કછ તથા શ્વભ્ર (સાબરકાંઠા) એનાથી અલગ ગણાતા. વળી આકર અવંતિ, નીવૃત, અનૂપ, મર, સિંધુ, સૌવીર, કુકુર, અપરાંત, નિષાદ વગેરે પ્રદેશોને પણ એ ક્ષત્રપ રાજ્યમાં સમાવેશ થતો. કાર્દમક ક્ષત્રપોની રાજધાની ઉજજનમાં હતી, છેવટમાં એ સૌરાષ્ટ્રમાં, પ્રાયઃ ગિરિનગરમાં, હતી.19
એ અગાઉના કાલમાં ભારતીય યવન રાજાઓની સત્તાની છૂટીછવાઇ નિશાનીઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મળે છે,૮ પરંતુ એમના સમસ્ત રાજ્યનું સ્પષ્ટ ચિત્ર મળતું નથી.
મૌર્ય શાસનને સીધે પુરા સુરાષ્ટ્ર માટે જ મળે છે, પરંતુ એમાં કચ્છ અને તળ-ગુજરાતને પણ સમાવેશ થતો હશે, કેમકે આસપાસના બીજા વહીવટી વિભાગો રાજસ્થાન, માળવા અને કેકણ હોવાનું માલૂમ પડે છે.૧૯ એ સમયે આ પ્રદેશને શાસક (રાષ્ટ્રિય) ઉજજનના કુમાર ઉપરાજની આણ નીચે હોવો સંભવિત છે ૨૦
આમ હાલમાં ગુજરાતને જે વિસ્તાર છે તે છેક ચૌલુક્ય (સોલંકી) કાળથી માંડીને મુઘલ કાળ સુધી આ પ્રદેશની અંતર્ગત ગણતો અને એમાં એ ઉપરાંત આસપાસના કેટલાક પ્રદેશોનો પણ સમાવેશ થતો. એ અગાઉ એના રાજકીય તથા વહીવટી સંજનમાં ઘણી વધઘટ થતી. બ્રિટિશ કાલ દરમ્યાન વિભક્ત થયેલા જિલ્લાઓ અને સ્થાનિક રાજ્યના સાજન દ્વારા હાલ આ ગુજરાતીભાષી પ્રદેશના ઘણાખરા ભાગોનું “ગુજરાત’ રાજ્યમાં સંયોજન સધાયું છે,
જ્યારે સીમા પરના કેટલાક મિત્રભાષાવાળા પ્રદેશ પડોશનાં રાજ્યમાં મુકાયા છે. ૨. પ્રાચીન–અર્વાચીન નામે
આ પ્રદેશ માટે હાલનું “ગુજરાત” નામ છેલ્લાં સાતસો – સાડા સાતસો વર્ષથી પ્રચલિત છે. આ પ્રદેશ માટે એ નામને પહેલવહેલે જ્ઞાત ઉલ્લેખ
આબુરાસ (ઈ. સ. ૧૨૩૩)માં મળે છે. આ પ્રદેશ સોલંકી (ચૌલુક્ય) કાળમાં “ગુર્જર દેશ તરીકે ઓળખાય લાગે છે. એ નામનો પહેલો જ્ઞાત પ્રયોગ ક્ષેમેન્દ્રની “ઔચિત્યવિચારચાં (ઈ. સ. ૯૭)માં આવે છે.૨૩ ગુજરાત ના મૂળમાં “ગુર્જર” કે “ગુજ' શબ્દ રહેલ છે.૨૪ એ નામ આ પ્રદેશને સોલંકી કાળ પહેલાં લાગુ પડવાના ઉલ્લેખો મળ્યા નથી.