________________
ગુજરાતની સીમાઓ :
[૪૭
મુઘલ શાસનકાળમાં ગુજરાત મુઘલ સામ્રાજ્યને એક સૂબે (પ્રાંત) ગણાતું. આ સૂબામાં હાલના વિસ્તારની અંદર આવેલા દસ સરકાર (જિલાઓ) ઉપરાંત ડુંગરપુર, વાંસવાડા, સૂથ (રેવાકાંઠા), શિરોહી, સુલેમાનગઢ (કચ્છ) અને રામનગર (ધરમપુર) એ છ જાગીરોનો સમાવેશ થતો. એમાંથી શિરોહી, ડુંગરપુર અને વાંસવાડા હાલ રાજસ્થાન રાજ્યમાં ગણાય છે.
ગુજરાતની સતનતના સમયમાં સતનતમાં હાલના વિસ્તારની અંદર આવેલા ૧૪ સરકાર ઉપરાંત જોધપુર, નાગેર, શિરોહી, ડુંગરપુર, વાંસવાડા, નંદરબાર, બાગલાણ, દંડરાજપુર (જંજીરા), મુંબઈ અને વસઈ એ ૧૦ સરકારેને પણ સમાવેશ થતો. એ હાલ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનાં પડોશી રાજ્યમાં ગણાય છે.
સોલંકી (ચૌલુક્ય) રાજાઓના સમયમાં એની જાતે જલાલી દરમ્યાન ગુર્જરદેશ(ગુજરાત)નાં મંડળોમાં હાલના વિસ્તારમાં આવેલા પ્રદેશ ઉપરાંત રાજસ્થાનના સાંચોર (જોધપુર), આબુ-ચંદ્રાવતી, મેવાડ વગેરે પ્રદેશને તેમજ મધ્યપ્રદેશના અવંતિ (ઉજજન) તથા ભીલસા પ્રદેશનો સમાવેશ થતો. વળી એ રાજ્યની આણ ઉત્તરપૂર્વે રાજસ્થાનમાં કિરાડુ, નફૂલ, જાલોર અને સાંભર (અજમેર) સુધી પ્રવર્તતી.”
એ અગાઉના કાલમાં ગુજરાતમાં કોઈ એક સર્વોપરી સત્તા નહતી. પશ્ચિમ સૌરાષ્ટ્ર સૈન્ડની સત્તા નીચે, દક્ષિણ સૌરાષ્ટ્ર અને ઉત્તરપૂર્વ સૈારાષ્ટ્ર ઉત્તરના પ્રતીહારોના આધિપત્ય નીચે, ઉત્તર ગુજરાત ચાવડાઓની સત્તા નીચે, તથા ઉત્તરપૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત દક્ષિણના રાષ્ટ્રકૂટોના શાસન નીચે હતાં.
મૈત્રક કાળ દરમ્યાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર મૈત્રકેની સત્તા પ્રવર્તતી. એમની સત્તા પશ્ચિમ માળવા પર પણ પ્રસરી હતી.૧૦. દક્ષિણ ગુજરાતના ઉત્તર ભાગ ઉપર મુખ્યત્વે ગુર્જરેની લાટ શાખાની અને દક્ષિણ ભાગ ઉપર દક્ષિણના ચાલુક્યોની લાટ શાખાની સત્તા પ્રવર્તતી હતી.૧૧
| ગુખ-શાસન કાલમાં સુરાષ્ટ્રને વહીવટી વિભાગ અલગ ગણાતા.૧૨ ગુપ્ત સમ્રાટોની સત્તા સુરાષ્ટ્ર ઉપરાંત પ્રાયઃ કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં પ્રવર્તતી, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૈફૂટકોની સત્તા સ્થપાઈ હતી. ૧૩
પશ્ચિમી ક્ષત્રપોની સત્તા શરૂઆતમાં છેક પુષ્કરથી નાસિક સુધી અને સુરાષ્ટ્રથી મંદસર (માળવા) સુધી પ્રસરેલી;૧૪ આગળ જતાં એ દક્ષિણમાં નર્મદા