________________
પ્રકરણ ૩
ગુજરાતની સીમાઓ ૧. વિસ્તાર : વર્તમાન તથા ઐતિહાસિક
ઈ. સ. ૧૯૬૦માં મુંબઈ રાજ્યના ભાષાકીય દ્વિભાગીકરણથી ગુજરાત અને મહારાષ્ટ્ર એવાં બે અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી ગુજરાતના લગભગ બધા ભિન્ન ભિન્ન પ્રદેશનું વહીવટી સંજન સધાયું છે. એ અનુસાર હાલ એમાં નીચેના જિલ્લાઓને સમાવેશ થાય છે:
૧. કચ્છ, ૨. જામનગર, ૩, જૂનાગઢ, ૪. અમરેલી, ૫. ભાવનગર, છે. રાજકોટ, ૭. સુરેંદ્રનગર, ૮. બનાસકાંઠા, ૯. સાબરકાંઠા, ૧૦. મહેસાણા, ૧૧. ગાંધીનગર, ૧૨. અમદાવાદ, ૧૩. ખેડા, ૧૪. પંચમહાલ, ૧૫. વડેદરા, ૧૬. ભરૂચ, ૧૭. સુરત, ૧૮. વલસાડ અને ૧૯. ડાંગ (નકશો ૨)
રાજકીય પરિવર્તને અનુસાર ગુજરાતના વિસ્તારમાં જુદા જુદા કાળમાં વધઘટ થતી રહી છે.
૧૯૪૭માં ભારત આઝાદ થયું એ પછી રજવાડાંઓનું વિલીનીકરણ થતાં મુંબઈ રાજ્યમાં ગુજરાતના ભિન્ન ભિન્ન વિભાગોનું જિલ્લાઓ-રૂપે વહીવટી સંજન થતું ગયું ને એ જિલ્લાઓના વિસ્તારમાં થોડાક જરૂરી ફેરફાર થતા ગયા.
એ અગાઉ બ્રિટિશ શાસનકાળમાં ગુજરાત મુંબઈ ઇલાકાના ઉત્તર વિભાગના જિલ્લાઓમાં તથા સ્થાનિક રાજ્યની અમુક એજન્સીઓમાં વહેંચાઈ ગયું હતું.
મરાઠાઓના શાસનકાળમાં તળ-ગુજરાતના ઘણા ભાગ તેઓની સીધી સત્તા નીચે હતા, જ્યારે બીજા છેડા ભાગ રજવાડાંઓની સત્તા નીચે ચાલુ રહ્યા.૪ સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ) અને કચ્છમાં મુખ્યત્વે રજવાડાંઓની સત્તા પ્રવર્તતી, પરંતુ એમાંનાં ઘણાં રાજ્ય પાસેથી પેશ્વા અને ગાયકવાડ ખંડણી વસલ કરતા.